સમાચાર

૧૦% સવર્ણ અનામત કઈ જ્ઞાતિના લોકોને મળશે

કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી

Reservation
515

૧૦% સવર્ણ અનામત કઈ જ્ઞાતિના લોકોને મળશે, કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી અને જેને અનામત મેળે છે તેમાં કોઈ ફેરફાર નહી થાય. મોદી સરકારે આજે કેબિનેટની બેઠકમાં સવર્ણોને અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અનામત માત્ર એ સવર્ણોને જ મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ સિવાય અનામતના હકદાર એ જ રહેશે જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન હશે.

અનામતનો લાભ સવર્ણોને કેવી રીતે મળશે

– 8 લાખથી ઓછી આવક હોય

– ખેતીલાયક જમીન 5 હેકટરથી ઓછી હોય

– 1000 સ્કવેર ફૂટથી નાનું ઘર હોય

લોકસભા ચૂંટણીની બરાબર પહેલાં મોદી સરકારે સવર્ણો માટે અનામતની જાહેરાત કરી મોટો દાવ રમ્યા છે. મોદી સરકાર પછાત સર્વણો માટે ૧૦ ટકા અનામતની વ્યવસ્થા કરવા જઇ રહ્યા છે. તેના માટે સંવિધાનમાં સંશોધન કરવાની તૈયારી કરી લીધી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે અનામતના દાયરામાં કોણ આવશે અને કોણ નહી તે નીચે પ્રમાણે છે.

આ જાતિના લોકોને મળશે અનાતમનો લાભ

બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, નાગર, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત, રજપૂત, ક્ષત્રિય, વાણિયા, વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર,  જૈન, બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ, પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કણબી, લેઉવા પાટીદાર, પટેલ, કડવા પાટીદાર, લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત, મહારાષ્ટ્રિયન, દશા વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા, સોમપુરા બ્રાહ્મણ, સોની, સુવર્ણકાર, સિંધી.

બિનઅનામત ૨૪ મુસ્લિમ જાતિઓ

સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા, અલવી વોરા, દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી મુસ્લિમ, કાઝી, ખોજા, મલિક, મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન, પઠાણ, કુરેશી, સૈયદ, સમા, શેખ, અત્તરવાલા.

બિનઅનામતમાં અન્ય ધર્માવલંબી

પારસી, ખ્રિસ્તી, યહૂદી.

Leave a Reply