સમાચાર

વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત ૩૦ શહેરોમાંથી ૨૨ શહેર ભારતના

ગુરૂગ્રામ પ્રથમ સ્થાને અને ગુજરાતનું અમદાવાદ ૨૯ મા સ્થાને

Pollution
381

વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત ૩૦ શહેરોમાંથી ૨૨ શહેર ભારતના, ભારતમાં ગુરૂગ્રામ પ્રથમ સ્થાને અને ગુજરાતનું અમદાવાદ ૨૯ મા સ્થાને છે. ગ્રીનપીસ એન્ડ એરવિઝ્યુઅલ સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૩૦ પ્રદુષિત શહેરોમાં ભારતના ૨૨ શહેરો છે. ટોપ ૫૦ પ્રદુષિત શહેરોમાં ભારતના ૨૬, ચીનના ૨૨, પાકિસ્તાનના ૨ અને બાંગ્લાદેશનું ૧ શહેર છે.

દરેક શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યા અને તેમાંથી નીકળતો ધુમાડો. કચરામાંથી નીકળતો મિથેન જેવા ઘણા ઝેરી વાયું નીકળી રહ્યા છે. જે પ્રદુષણનું સ્તર વધારે છે. શહેરો માં કેમિકલ ફેક્ટરીઓ ભયાનક પ્રદુષણ માટે જવાબદાર છે.

તદુપરાંત દરેક શહેરોમાં વધતી જતી વસ્તી અને તેને લીધે કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધી રહેલું છે. શહેરીકરણ ને લીધે ઝાડ કાપી નાખવામાં આવ્યા છે જેને લીધે કાર્બન ડાયોક્સાઈડ વધતું જાય છે અને ઓક્સિજન નું લેવલ ઘટતું જાય છે જે ખુબજ ચિંતા નો વિષય છે.

ક્રમ શહેર
1 ગુરુગ્રામ, ભારત
2 ગાઝીયાબાદ, ભારત
3 ફૈસલાબાદ પાકિસ્તાન
4 ફરીદાબાદ ભારત
5 ભીવાડી, ભારત
6 નોઈડા ભારત
7 પટના ભારત
8 હોતન ચીન
9 લખનવ ભારત
10 લાહોર પાકિસ્તાન
11 દિલ્હી ભારત
12 જોધપુર ભારત
13 મુઝફ્ફરપુર ભારત
14 વારાણસી, ભારત
15 મુરાદાબાદ ભારત
16 આગ્રા ભારત
17 ઢાકા બાંગ્લાદેશ
18 ગયા ભારત
19 કશગર ચીન
20 જીંદ (હરિયાણા) ભારત
21 કાનપુર ભારત
22 સિંગરૌલી ભારત
23 કલકતા ભારત
24 પાલી ભારત
25 રોહતક ભારત
26 મંડી ગોબિંદગઢ ભારત
27 સિંગટાઈ શી ચીન
28 શીજીયાઝુંગ ચીન
29 અમદાવાદ ભારત
30 અક્સુ ચીન

Leave a Reply