પ્રવાસ

૫૫૦૦ વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર

વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા

Bhimnath Mahadev
474

૫૫૦૦ વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા, ભીમ મહાદેવ તરીકે ઓળખાય છે. અમદાવાદથી ૧૨૫ કિ.મી અને ધંધુકાથી ૧૫ કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી.

આ શિવ મંદિર શિખર વગરનું મંદિર છે. જે વૃક્ષની નીચે મહાદેવની સ્થાપના કરી છે તે પણ ૫૫૦૦ વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ જે હાલ પણ મોજુદ છે. જેટલો મહિંમા ભગવાન શિવનો છે, તેટલો જ મહિમાં અહિં આવેલા વરખડીના વૃક્ષના દર્શન નો છે. અહિં આવેલા વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવનો સીધો સંબંધ છે.

અહિં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું મંદિર હોઈ શકે. જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન છે. અનેક વાર પ્રયત્નો કરવા છતા આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી. આ ઝાડનો મહિમાં એટલો બધો છે, કે અહિ ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ જરે છે.

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવું જ એક ચમત્ક્યાકારીક અને જાગૃત સ્થાન એટલે ભીમનાથ મહાદેવ છે. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા.

Leave a Reply