તહેવાર

ચૈત્રી નવરાત્રીમાં આરાધના

માતાની ઉપાસના

Jai Maa Durga
269

ચૈત્રી નવરાત્રીમાં આરાધના, માતાની ઉપાસના, નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે.

આધ્યાત્મિક દ્વષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે. ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં માં અંબાજીના પવિત્ર સ્થાન અંબાજીના ચાંચર ચોકની યજ્ઞશાળા ખાતે શત્ ચંડી યજ્ઞ તથા અન્ય પૂજાઅર્ચના આયોજિત કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી વસંત ઋતુમાં આવતી હોવાથી તેને ‘વાસન્તી નવરાત્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રીના આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને ‘રામ નવરાત્રી’ પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.

Leave a Reply