ધર્મ

શિવલિંગ પર અભિષેક કરવાથી થશે પ્રસ્સન

મહાદેવ નો અભિષેક કરવાથી દુ:ખ દર્દ પીડાનો થશે નાશ

Shivling
437

શિવલિંગ એટલું પવિત્ર હોય છે કે તેની પૂજાથી તમારી આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે અને દુ:ખ દર્દ પીડાનો નાશ થશે. દેવોના દેવ મહાદેવનો મહિમા અપરંપાર છે. આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે કે એક સંપૂર્ણ વિશ્વના દેવ માનવામાં આવે છે.

ભગવાન શિવની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે, શિવલિંગની પૂજા અભિષેક કરીને કરી શકાય છે. ભગવાન શિવ પાસે દરેક મુશ્કેલીનું નિવારણ રહેલું છે. તેથી પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવામાં આવે છે.

અભિષેક માટે શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવામાં આવે છે. જો શિવલિંગ પર આ વસ્તુનો અભિષેક કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે શેરડીનો રસ, અત્તર, મધ, ઘી, સરસિયાનું તેલ, દૂધ અને ગંગા જળ જેવી વસ્તુથી શિવજી કૃપા વરસે છે. ભોળાનાથ આમ પણ ભોળીયા છે. ભક્તોની તમામ પીડાને હરનાર છે અને ખુબજ સરળતાથી પ્રસન્ન થાય છે. તેમને પ્રસન્ન કરવા ખુબજ સહેલા છે. તેમની કૃપા ઉત્તરે તો સંસારના તમામ દુ:ખોથી મુક્તિ મળે છે.

Leave a Reply