ધર્મ

હાથ માં બાંધવામાં આવતી નાડાછડી વિષે જાણો

તેને ક્યારે બાંધવી જોઈ અને ક્યારે બદલી શકાય

Nadachadi
519

હાથ માં બાંધવામાં આવતી નાડાછડી વિષે જાણો, તેને ક્યારે બાંધવી જોઈ અને ક્યારે બદલી શકાય, નાડાછડી એક પવિત્ર રક્ષા સુત્ર છે. જે પૂજાના સમયે બાંધવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નાડાછડીને હાથમાં બાંધવાનું ખૂબજ મહત્વ છે. કોઇપણ ધાર્મિક પૂજા કે શુભ કાર્ય કરતી વખતે હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે. નાડાછડી જુની થઇ જાય તો તેને ખોલીને નવી નાડાછડી બાંધી લેતા હોય છે. જે અશુભ માનવામાં આવે છે.

ધાર્મિક પૂજા કરવામાં આવે ત્યારે પૂજાના પ્રારંભ થતા પહેલા નાડાછડી બાંધવામાં આવે છે. તેને કોઇપણ માંગલિક કાર્યો પર પણ બાંધવામાં આવે છે. નાડાછડી બાંધવા પાછળ એવી માન્યતા છે કે નાડાછડી દરેક સંકટોથી આપણી રક્ષા કરે છે. તેથીજ તેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. નાડાછડી બાંધી લીધા બાદ કોઇપણ દિવસ બદલવી ન જોઇએ. નાડાછડી બદલવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ શુભ હોય છે.

નાડાછડી સ્ત્રી અને પુરૂષ બન્નેને બાંધવામાં આવે છે. નાડાછડીને બાંધતા સમયે એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઈએ. જે ખુબજ શુભ માનવામાં આવે છે. નાડાછડીને હાથમાં બાંધતા સમયે એ ધ્યાન રાખવું કે નાડાછડી માત્ર ત્રણ વખત જ હાથમાં લપેટવામાં આવવી જોઈએ. નાડાછડી બાળકો પણ બાંધી શકે છે. જરૂરી નથી કે તે બ્રાહ્મણ જ પાસે જ બંધાવી જોઈએ જાતે પણ કોઈની પાસે બંધાવી શકાય.

નાડાછડીના બે પ્રકારની હોય છે પ્રથમ જેમા ત્રણ રંગ લાલ, પીળો અને લીલો દોરો હોય છે. બીજી જેમા પાંચ રંગ લાલ, પીળા, લીલા, સફેદ અને લીલો. પાંચ રંગ વાળી નાડાછડીને પંચદેવ નાડાછડી પણ કહેવામાં આવે છે. નાડાછડીથી શરીરમાં એક ઉર્જા રહે છે અને ખરાબ તાકત ને દુર રાખે છે.

ધાર્મિક માન્યતાયો મુજબ નાડાછડીનો સીધો સંબંધ ત્રીદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ત્રણેય મહાશક્તીયો એટલે કે માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં પાર્વતી સાથે જોડવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે એમની કૃપાદ્રષ્ટિ સદાય માટે રહે છે.

Leave a Reply