શહેર

શુ અમદાવાદ દેશની આર્થિક રાજધાની બની શકશે

મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા નહી સુધરે તો આર્થિક રાજધાનીનું ટેગ છીનવાય જશે

Ahmedabad Economic
196

શુ અમદાવાદ દેશની આર્થિક રાજધાની બની શકશે, મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા નહી સુધરે તો દેશની આર્થિક રાજધાનીનું ટેગ છીનવાય જશે. જીએસટીની અમલવારી અને રોજગારીના અભાવે દેશની આર્થિક રાજધાની મુંબઇના કારોબાર ઉપર માઠી અસર પહોંચી હોવાનું મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષી નેતા ધનંજય મૂંડેએ આરોપ લગાવ્યો છે અને જો આવીને આવી સ્થિતિ રહી તો, અમદાવાદ દેશનું આર્થિક પાટનગર બની જશે.

વિધાન પરિષદમાં બજેટ મુદ્દે ચર્ચા કરતી વખતે ઊંચી રાજકોષીય ખાધ, દેવું, નોકરીઓનો અભાવ, ગુડ્સ અને સર્વિસ ટેક્સના નબળા અમલીકરણને કારણે ઉદ્યોગ-ધંધા બંધ થવા તેમજ નોટબંધી જેવી બાબતોને લઈને રાજ્ય સરકારને આડે હાથ લીધી. વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ રાજ્યની અર્થવ્યવસ્થાના નબળા સંચાલનને જોતા મહારાષ્ટ્ર સરકારની સખત ટીકા કરી.

ધનંજય મુંડેએ છત્રપતિ શિવાજી, બાલાસાહેબ ઠાકરે અને બાબાસાહેબ આંબેડકરના સ્મારકો સહિતના વિવિધ સ્મારકોના નિર્માણમાં થતા વિલંબ મુદ્દે પણ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી. તેમણે આરોપ મૂક્યો, છત્રપતિ શિવાજીની પ્રતિમાની ઊંચાઈ દબાણ હેઠળ ઘટાડવામાં આવી છે જેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ તરીકેનું ટેગ અકબંધ રહે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી (જીઆઇએફટી) ની સ્થાપના  ધનંજય મુંડેએ કહ્યું રાજ્ય સરકારે મુંબઇમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને સર્વિસ સેન્ટર (આઇએસએફસી) સ્થાપવાનું વચન આપ્યું હતું. જો કે, ગુજરાતે મુંબઇને પાછળ છોડીને આઇએફએસસી અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી (જીઆઇએફટી) ની સ્થાપના કરી દીધી છે. ધંધાકીય વાતાવરણ પુરૂ પાડવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહેતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (આરઆઇએલ) ગુજરાતમાં ઓફીસનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આરઆઇએલએ ચાર ટેલીકોમ અને એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છેલ્લા ૧ વર્ષથી ગુજરાતના અમદાવાદમાં ખસેડી દીધી છે.

Leave a Reply