શહેર

રાજકોટ માં એઆઈઆઈએમએસ મેડિકલ કોલેજ

એઆઈઆઈએમએસ બનાવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત

AIIMS
178

રાજકોટ માં એઆઈઆઈએમએસ મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે, એઆઈઆઈએમએસ બનાવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરને એઆઈઆઈએમએસ ફાળવવા અંગેની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ હોસ્પિટલના નિર્માણથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ઘણો જ ફાયદો થશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી એઆઈઆઈએમએસ માટે જરૂરી જમીન અંગેની માહિતી માગવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારનો અભ્યાસ હાથ ધર્યા બાદ સમિતિની સલાહ બાદ આ નિર્ણય લેવાયો છે.

આ એઆઈઆઈએમએસ ૮૦૦ થી વધુ બેડની સુવિધા હશે. સાથે જ અહીં રિસર્ચ સેન્ટર પણ ઊભું થશે. એઆઈઆઈએમએસ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલ હોવાને કારણે રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવશે. રાજ્યમાં મેડિકલ બેઠકો વધવાની સાથે જ પીજી માટેની બેઠકો પણ વધશે.

રાજકોટ શહેરના ખંઢેરીમાં આ નવી એઆઈઆઈએમએસ મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે. રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજકોટને એઆઈઆઈએમએસ ફાળવવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનો આભાર માને છે.

Leave a Reply