તહેવાર

અખાત્રીજ ૨૦૧૯, અક્ષય તૃતીયા ૨૦૧૯

રોહિણી નક્ષત્ર, રવિયોગ અને ત્રણ ગ્રહોનો યોગ

Akha Teej
623

અખાત્રીજ ૨૦૧૯, અક્ષય તૃતીયા ૨૦૧૯, રોહિણી નક્ષત્ર, રવિયોગ અને ત્રણ ગ્રહોનો યોગ, ઘરમાં સુખ-શાંતિ સાથે મા લક્ષ્મી કરશે પૈસાનો વરસાદ. મંગળવાર, 7 મેના રોજ અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે મુહૂર્ત જોયા વગર જ શુભ કર્ય થઈ શકે છે. આ અક્ષય તૃતીયાના દિવસે અનેક શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. જેમ કે નામથી જ સ્પષ્ટ થાય છે કે અક્ષય અર્થાત જેનો ક્યારેય ક્ષય ન થાય. અક્ષય તૃતીયા એક અતિ હિંદુનો મહત્વપૂર્ણ પર્વ છે.

અખાત્રીજના દિવસે વિષ્ણુ ભગવાન નો દિવસ માનવામાં આવે છે તેથી પિતૃઓ માટે દાન-પુણ્ય કરવું જોઈએ. અખાત્રીજના દિવસે ત્રણ મુખ્ય ગ્રહોનું ગોચર ઉચ્ચ રાશિમાં રહેશે. સૂર્ય મેષ, ચંદ્ર વૃષભ, શુક્ર મીન રાશિમાં રહેશે. આ ત્રણેય ગ્રહો પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. સૂર્યની સાથે બુધની યુતિ હોવાથી બુધાદિત્ય યોગ સર્જાશે. દેવ, ઋષિ, પિતૃઓ માટે બ્રહ્મ યજ્ઞ, પિંડ દાન, અન્નદાન કરવું જોઈએ. અખાત્રીજના દિવસે પાણીનું દાન કે માટલાનું દાન જરૂર કરવું લાભદાયી રહશે. અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને રવિયોગનો સંયોગ બની રહ્યો છે.

અખા ત્રીજના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે માં લક્ષ્મીને કેસર અને હળદરનું તિલક લગાવો. આમ કરવાથી આર્થિક તકલીફોથી છુટકારો મળશે. અખા ત્રીજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં એકાક્ષી નારિયેળ અર્પણ કરો. આમ કરવાથી ભક્તો પર માતાના આશીર્વાદ રહે છે. માં લક્ષ્મી પતીવ્રતા હોવાથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ કેમકે જ્યાં વિષ્ણુ ભગવાનનો વાસ હશે ત્યાં જરૂર લક્ષ્મીજી પધારે છે.

અક્ષય તૃતીયાના દિવસે જો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી લેવાય તો વર્ષ ભર આર્થિક પરેશાની નહી રહે છે. પ્રતિવર્ષ અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવાય છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે સંપન્ન કરવામાં આવેલ સાધનાઓ અને દાન અક્ષય રહીને શીધ્ર ફળદાયી થાય છે. અક્ષય તૃતીયાના દિવસે સ્નાન, દાન, યજ્ઞ, હવન, પૂજન અને અનુષ્ઠાન વિશેષ જપથી ફળદાયી હોય છે. જેનો અનંત ગણુ ફળ મળે છે અને શુભ કાર્ય માટે પણ અક્ષય તૃતીયાના દિવસે અતિ ઉત્તમ ગણાય છે.

Leave a Reply