તહેવાર

આમલકી એકાદશી સાથે પુષ્ય નક્ષત્રનો સંયોગ

રંગભરી એકાદશીનું મહત્વ

Amla Ekadashi
333

આમલકી એકાદશી સાથે પુષ્ય નક્ષત્રનો સંયોગ, રંગભરી એકાદશીનું મહત્વ, ભગવાન વિષ્ણુએ આમલકી એકાદશીનું મહાત્મ્ય વર્ણવ્યું છે. જે કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વિશેષ શુભ સમય લઈને આવી છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

આ દિવસ માતા અન્નપૂર્ણાના દર્શન કરવાનું મહત્વ છે. માન્યતા છે કે આમળાના વૃક્ષની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભાવ વિહ્વળ થયેલા બ્રહ્માજીના આંસૂ તેમના ચરણો પર પડ્યા. તેમાંથી આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું.

આમલકી એકાદશી શું કરવું જોઈએ

સવારે વહેલા ઊઠો અને સ્નાન પછી ભગવાન સૂર્યને જળ ચઢાવો અને સૂર્ય મંત્ર બોલવો

ઘરના મંદિરમાં અથવા કોઈ અન્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો.

ભગવાન વિષ્ણુને કેળાનો પ્રસાદ ધરાવો. કોઈ ગરીબ બ્રાહ્મણને ભોજન કરાવો.

સૂર્યાસ્ત પછી તુલસી છોડ પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. સાંજના સમયે તુલસીને સ્પર્શ ન કરવું જોઈએ.

ચાંદીના કે કોઈ પણ વાસણથી શિવલિંગ પર દૂધ ચઢાવો અને શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો.

એકાદશી એટલે અગિયારસ. વિક્રમ સંવત મુજબ એક મહિનામાં બે એકાદશી આવે છે.એક કૃષ્ણપક્ષની એકાદશી અને બીજી શુક્તપક્ષની એકાદશી. આમ,વર્ષમાં કુલ ૨૪ એકાદશી આવે છે.ત્રણ વર્ષે એકવાર આવતા અધિકમાસના વર્ષમાં કુલ ૨૬ એકાદશી આવે છે.આમાંની દરેક એકાદશીનું આગવું મહત્વ રહેલું હોય છે.

Leave a Reply