પ્રવાસ

અમરનાથ યાત્રા શરૂ

બાબાના દર્શને જવા ઉમટ્યા યાત્રાળુ

Amarnath Yatra
203

અમરનાથ યાત્રા શરૂ, બાબાના દર્શને જવા ઉમટ્યા યાત્રાળુ, જે ૪૬ દિવસ સુધી રહેશે, ભોલેનાથના નાદ સાથે અમરનાથ યાત્રા શરૂ થઇ ગઈ છે. યાત્રા માટે ૧.૫ લાખ થી પણ વધારે લોકોએ રેજીસ્ટ્રેશન કરાવેલ છે. શ્રીનગરથી આશરે ૧૪૧ કિ.મી. દૂર પહાડો પર આવેલી બાબા અમરનાથની ગુફાનાં દર્શન માટે ૪૬ દિવસ ચાલનારી અમરનાથ યાત્રાનો માહોલ ભક્તિમય બની ગયો છે. આ યાત્રાને ખૂબ જ કપરી માનવામાં આવે છે તેમ છતાં શિવ ભક્તો જીવનમાં એકવાર તો આ યાત્રા કરવા માગે જ છે.

હિન્દુ ધર્મમાં એક મહત્વનું તીર્થસ્થળ છે. અમરનાથ જમ્મુ કાશ્મીર રાજ્યમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર અને સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. જયારે ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું.

અમરનાથ યાત્રા જવા માટે તૈયારીઓ પહેલાથી જ શરૂ કરી દેવી. આ યાત્રા કપરી હોવાથી બધી જ તૈયારીઓ બરાબર તપાસીને જવું જરૂરી છે. આ વિસ્તાર પહાડી હોવાથી રૂટ પર સરકાર દ્વારા જણાવેલ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. અમરનાથ યાત્રા બે માર્ગેથી પવિત્ર ગુફાએ જઈ શકાય છે. એક, પરંપરાગત માર્ગ છે ૩૬ કિ.મી.નો અનંતનાગ જિલ્લા પહેલગામ થઈને અને બીજો છે, ૧૪ કિ.મી.નો બાલતાલ જે ગંડેરબાલ જિલ્લામાં આવેલ છે. શ્રદ્ધાળુઓ ઘોડા પર કે પગપાળા જશે તો ૨ દિવસ જેટલો સમય લાગશે.

અહીના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે એટલે, રેનકોટ, વોટરપ્રૂફ ટ્રેકિંગ કોટ, ટોર્ચ, મંકી કેપ, હાથ-પગના મોજા, જેકેટ, વોટરપ્રૂફ પાયજામો, ઉનના મોજા વગેરે સાથે રાખવા. અહી સાડી પહેરીને ચાલવાનું ખુબજ મુશ્કેલ હોવાથી મહિલાઓએ ડ્રેસ, ટ્રેક સૂટ કે કમ્ફર્ટેબલ હોય તેવા કપડાં પહેરવા. રસ્તામાં આરોગવા માટે બિસ્કિટ, નમકીન, ચિપ્સ વગેરે જેવો નાસ્તો રાખવો. તેમજ પાણી પણ સાથે રાખવું. ઈમર્જન્સી દરમ્યાન જરૂર પડે તે માટે નાનકડી મેડિકલ કિટ સાથે રાખવી.

Leave a Reply