જ્યોતિષ

અમાસના દિવસે કરો આ ઉપાય થશે ધનલાભ

ભાગ્યને મળશે સાથ અને કિસ્મત ખુલી જશે

Amavasya Upay
289

અમાસના દિવસે કરો આ ઉપાય થશે ધનલાભ, ભાગ્યને મળશે સાથ અને કિસ્મત ખુલી જશે, દેવી દેવતા ની કૃપા થી બરકત થશે. અમાવસ્યા  પૂજા-પાઠ કરવાથી ઘરમાં દેવી-દેવાતાઓની કૃપા સાથે  બરકત રહે છે. પરિવારમાં સુખનું  વાતાવરણ બને છે અને પરેશાનીઓ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમાસને ખાસ તિથિ ગણે છે. માન્યતા છે કે આ દિવસે કરેલ ઉપાય શુભ ફળ આપે છે. તેથી જીવનમાં રહેલ દરેક પરેશાનીઓ દૂર કરવા માટે અમાવસ્યા પર ઉપાય જરૂર અજમાવવા જોઈએ.

૧. અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી લોટની ગોળી બનાવો. ત્યારબાદ નજીકમાં કોઈ તળાવ કે નદીમાં જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી દો.

૨. અમાસના દિવસે કીડીઓને ખાંડ અને લોટનું મિશ્રણ કરી ખવડાવો.

૩. અમાવસ્યાની રાત્રી કાળા કૂતરાને તેલ લગાવેલ રોટલી ખવડાવાથી દુશ્મન પર વિજય મેળવી શકશો.

૪. જે લોકો બેરોજગાર તેણે ૧ લીંબૂને સાફ કરીને સવારે ઘરના મંદિરમાં રાખવું પછી રાતે ૭ વખત લીંબુ ને માથી ઉતારીને લીંબુને ચાર ભાગ કરી ચાર રસ્તા પર જઈને ચારેય દિશામાં ફેંકી દો.

૫. સાંજના સમયે ઘરમાં ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીપક પ્રગટાવો. દીવેટમાં રૂના સ્થાને લાલ દોરાના ઉપયોગ કરવો અને દીવામાં થોડું કેસર નાખી દો.

૬. અમાસના દિવસે કાલસર્પ દોષ નિવારણ માટે અતિ ઉત્તમ છે. સવારે સ્નાન પછી ચાંદીથી નિર્મિત નાગ-નાગણની પૂજા કરવી. સફેદ પુષ્પની સાથે તેને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો કાળસર્પ દોષથી રાહત મળશે.

૭. અમાવસ્યાની રાત્રે ૫ લાલ ફૂલ અને ૫ દીવા વહેતી નદીમાં પધરાવો. આ ઉપાયથી ધનની હાની થતી અટકી જશે અને ધન પ્રાપ્તિ થવા લાગશે.

અમાસના દિવસે મદિરા પાન કે કોઈપણ નશીલી વસ્તુ નું ગ્રહણના કરવું તેમજ બ્રહમચર્ય પડવું જોઈએ. ભગવાનનું નામ સ્મરણ કરવું અને રાત્રે પૂજા પાઠ કરવા જોઈએ.

Leave a Reply