ચૂંટણી

અમિત શાહનું ગાંધીનગરથી નામાંકન

અમિત શાહની જાહેરસભા અને રોડ શો

Amit Shah
294

અમિત શાહની ગાંધીનગરથી નામાંકન, અમિત શાહની જાહેરસભા અને રોડ શો, જેમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહીય હતા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આવનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપની પરંપરાગત બેઠક ગાંધીનગરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું.

આ સભામાં અમિત શાહ ઉપરાંત ગૃહમંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અકાલી દલના અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યા અને જનતાને સંબોધન કર્યું.

ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “પાર્ટીએ આગ્રહ કર્યો એટલે અમિત શાહ ચૂંટણી લડવા તૈયાર થયા છે. તેઓ લીડ માટેના અત્યારસુધીના તમામ રૅકૉર્ડ્સ તોડશે અને તમામ 26 બેઠકો ઉપર ફરી એક વખત ભાજપનો વિજય થશે.”

ગુજરાત મુખ્યમંત્રી વિજય રુપાણીએ આભાર વ્યક્ત કરતું સંબોધન શરુ કર્યું, અને કહ્યું કે અમિતભાઈએ ગાંધીનગરની ચિંતા કરવાની જરૂર નથી તેઓ સમગ્ર દેશમાં ફરીને પાર્ટીનો પ્રચાર કરે અને અમે અહીં ગાંધીનગરમાં તેમનો વિજય સુનિશ્ચિત કરીશું.

અમિત શાહની જાહેરસભા અને રોડ શો વિડીયો

અમિત શાહની ગાંધીનગરથી નામાંકન વિડીયો

Leave a Reply