તહેવાર

અષાઢી બીજ ૨૦૧૯

રથયાત્રા ૨૦૧૯, કચ્છી નવું વર્ષ ૨૦૧૯

Ashadhi Bij
1.73K

અષાઢી બીજ ૨૦૧૯, રથયાત્રા ૨૦૧૯, કચ્છી નવું વર્ષ ૨૦૧૯, અમદાવાદ અને જગન્નાથપુરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. ખેંગારજી પહેલાએ કચ્છ રાજ્યની સ્થાપના સંવત ૧૬૦૫ માં માગસર સુદ-૫ના રોજ કચ્છ રાજ્યની સ્થાપના કરી હતી.કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. તેમજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની હર્ષ ઉલ્લાસથી રથયાત્રા નીકળે છે.

હિંદુ સંસ્કૃતિમાં અષાઢી બીજને ખુબજ મહત્વ આપવામાં આવે છે. અષાઢી બીજના દિવસે કહેવાય છે કે વણ જોયું મૂહર્ત છે મતલબ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે ખુબજ સારો દિવસ માનવામાં આવે છે. અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે, જયારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ અષાઢ મહિનામાં જ થાય છે.

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં પરબધામ ખાતે આવેલ સત દેવીદાસ-અમર દેવીદાસની જગ્યા ખાતે અષાઢી બીજ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે મહંતશ્રી કરશનદાસબાપુનાં સાંનિધ્યમાં આ મેળો પરંપરાગત રીતે યોજાશે. તેમજ ગુજરાતના દરેક શહેરમાં ભગવાન જગન્નાથની સાથે બલભદ્ર અને સુભદ્રાજી પણ નગરયાત્રાએ નીકળે છે. ગુજરાતના દરેક શહેરમાં જાણે ભગવાન પોતે લોકોના દ્વારે આવે છે. આજના દિવસે લોકો પોતાના ધરે ખુબજ સરસ વાનગી બનાવીને ભગવાનને ધરાવે અને પછી પોતે આરોગે છે.

હિંદુ ધર્મમાં ચંદ્રને ખુબજ મહત્વ નું સ્થાન આપવામાં આવ્યું છે. પુનમ અને બીજ બન્ને ખુબજ સરસ લાગે છે પણ બીજ ને વધારે મહત્વ આપ્યું છે, કેમકે બીજનો ચંદ્ર વિકસે છે. રામાયણમાં એક સુંદર પ્રસંગનું વર્ણન છે, જેમાં રાવણ સીતામાતાને  રામ અને પોતાના માં શું તફાવત છે? તેવું પૂછવામાં આવ્યું. સીતામાતા પ્રત્યુતરમાં જણાવે છે, કે તું પુનમ નો ચંદ્ર છે જ્યારે રામ બીજનો ચંદ્ર છે, એટલે એનો એવો અર્થ થાય છે કે બીજનો ચંદ્ર ઉત્તરોતર વધારો થતો રહેવાનો  છે. જયારે પુનમ નો ચંદ્ર ક્ષણિક છે.

અષાઢી બીજના દિવસે ભગવાનના મંદિરે દર્શન કરવા જોઈએ તેમજ મતા પિતા અને ગુરુના આશીર્વાદ મેળવવા જોઈએ. ઇષ્ટ દેવની પૂજા અર્ચના કરવાથી ભગવાનની કૃપા મળે છે. અષાઢી બીજના દિવસે ગરીબો ને દાન અને પશુ પંખી ને ખવડાવવું જોઈએ. જે ખુબજ પુણ્યનું કામ માનવામાં આવે છે.

Leave a Reply