વિજ્ઞાન

અંતરિક્ષમાં જનાર એસ્ટ્રોનોટના મગજ પર અસર થાય છે

નાસાના એક રીપોર્ટમાં સ્પષ્ટ થયું

Astronauts
212

અંતરિક્ષમાં જનાર એસ્ટ્રોનોટના મગજ પર અસર થાય છે, નાસાના એક રીપોર્ટમાં સ્પષ્ટ થયું, અંતરિક્ષમાંથઈ પરત ફરનાર ના મગજ પર પ્રભાવ પડે છે. શરીરના બીજા અંગોની સરખામણીમાં તેમના મગજ પર સૌથી વધારે અસર થાય છે. વૈજ્ઞાનિકોના મતાનુસાર એસ્ટ્રોનોટની મૂવમેન્ટ અને સેન્સની ક્ષમતા તેનાથી પ્રભાવિત થાય છે. જો કે આ અસર લાંબો સમય રહેતી નથી એટલે એસ્ટ્રોનોટ થોડા સમયમાં સામાન્ય વ્યવહાર કરવા લાગે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ સ્થિતીને ન્યૂરો ઓક્યુલર સિંડ્રોમ કહેવાય છે. જેના કારણે અંતરિક્ષમાંથી પરત ફરનાર એસ્ટ્રોનોટને જોવામાં સમસ્યા થાય છે. નવા અધ્યયનમાં સ્પષ્ટ થયું છે કે માથા તરફ શરીરનું પાણી પહોંચવાથી એસ્ટ્રોનોટનું મગજ ખોપડીમાં તરવા લાગે છે. આ કારણે તેમની કોઈપણ વસ્તુને ઓળખવાની સેન્સ પર સૌથી વધારે અસર થાય છે.

યૂનિવર્સિટી ઓફ ફ્લોરિડાના પ્રોફેસરનું આ મામલે કહેવું છે કે, અંતરિક્ષમાં રહેવાથી શરીરની અંદર રહેલું પાણી માથા તરફ વહેવા લાગે છે. આમ થવાનું કારણ છે કે ત્યાં ગુરુત્વાકર્ષણ હોતું નથી. આ જ કારણ છે કે એસ્ટ્રોનોટના ચહેરા ફોટો કે વીડિયોમાં જુઓ ત્યારે તે થોડા વિચિત્ર દેખાતા હોય છે.

મગજમાં પાણીના કારણે ઓપ્ટિક નર્વ પર દબાણ થાય છે અને તેના કારણે જ્યારે તેઓ ધરતી પર પરત ફરે છે ત્યારે તેમના મગજ સુધી કમાંડ પહોંચાડવામાં તેમને તકલીફ થાય છે. જો કે આ સમસ્યા માત્ર ૭ થી ૮ દિવસ સુધી રહે છે.

Leave a Reply