ધર્મ

બજરંગદાસ બાપા

બાપા સીતારામ

Bajrangdas Bapa
536

બજરંગદાસ બાપા, બાપા સીતારામ, સૌરાષ્ટ્રને સંતો અને શુરાઓની ભૂમિ કહેવાય છે, બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું. બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. મુળથી રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. વર્ષ ૧૯૦૬ માં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો.

બજરંગદાસ થોડા જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવ ના હતા. જેથી તેને પિતાનાં સાથ ૧૬ વર્ષની યુવાનવયે ઘરનો ત્યાગ કર્યો હતો. તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર તેમજ અતુટ ભક્તિ હતી. બજરંગદાસ બાપા હમેશા લોકોને શ્રીરામ અને શ્રીહનુમાનજી નું સ્મરણ કરવાની અને શ્રધા રાખવાની સલાહ આપતા.

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજે છે. જેના રોમે રોમે રામ અને હનુમાન વસે છે. જે હનુમાન ભક્ત તરીકે પણ ઓળખય છે. કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નહી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું હતું. જેને આપણે પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ.

બજરંગદાસ બાપાએ વર્ષ ૧૯૫૧ માં બગદાણામાં આશ્રમની સ્થાપના કરી. વર્ષ ૧૯૫૯ માં સદાવ્રત ચાલું કર્યુ હતું જે હજી પણ ચાલુ જ છે. બાપાએ વર્ષ ૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીન યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી હતી. વર્ષ ૧૯૬૫ માં ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે પણ આશ્રમની થોડી જમીનની હરાજી કરાવીને લશ્કરને મદદ કરી હતી. તેમજ વર્ષ ૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી હતી. તે દેશપ્રેમી પણ હતા.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. તેઓએ ૧૯૭૭ માં દેહત્યાગ કર્યો.

બગદાણામાં ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે. તેમજ ઘણા મંદિરો પણ હવે બની ગયા છે. બગદાણામાં દર પુનમ અને ગુરુ પૂર્ણિમા વખતે ખુબજ શ્રધાલુ અહી દર્શન માટે આવે છે. બગદાણામાં બગડેશ્વર મહાદેવ, બગડાલવ નામનો કુંડ અને  ત્રિવેણી સંગમ જોવા જેવી જગ્યા છે.

બગદાણા આશ્રમ મહુવાથી ૩૨ કિમી, ભાવનગર ૭૮ કિમી, અમદાવાદ ૨૫૦ કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટથી સીધી બસ મળી શકે છે. રાજકોટથી જનાર આટકોટ, બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે જે ૧૯૦ કિમી થાય છે. જુનાગઢથી જનાર વાયા વિસાવદર-ચલાલા થઈને જાય છે જે ૧૭૫ કિમી થાય છે.

Leave a Reply