આરોગ્ય

મૂળો ખાવાથી થતા ફાયદા

મૂળા ના લાભ જાણીને ખાતા થઇ જશો

Radish
311

મૂળો ખાવાથી થતા ફાયદા જાણીને ખાતા થઇ જશો, કેમ કે પૌષ્ટિક તત્વોયુક્ત ભરેલ છે તેમજ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. તેથી જ તેને નેચરલ ક્લીંઝર પણ કહેવામાં આવે છે. તે શરીર ના આંતરડાને સ્વસ્થ રાખે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી કબજિયાતની સમસ્યાનો માટે પણ રામબાણ ઇલાજ છે.

જો કોઈને ભૂખ ના લગતી હોય તો તેણે મૂળાના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીવો. આનાથી ભૂખ લાગશે. પેટ ભારે લાગતુ હોય તો મૂળાના રસમાં મીઠું નાખીને પીવાથી રાહત થશે. જેમને લિવરની કોઈ તકલીફ હોય તેમણે તો મૂળો જરૂર ખાવો જોઈએ કારણ કે તે લિવરને તંદુરસ્ત રાખે છે.

એન્ટી હાઇપરસેન્ટિવ ગુણોયુક્ત મૂળો હાઈ બીપીને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જે શરીરમાં સોડિયમ-પોટેશિયમના પ્રમાણને સરખું રાખે છે જેના લીધે બ્લડ પ્રેશર ને કાબુમાં રાખે છે. રોજ સવારે એક મૂળો ખાવાથી કમળો જલદી મટે શકે છે. એ જ રીતે ડાયાબિટીશના દર્દી આનું સેવન કરે તો એમનું ઇન્સુલિનને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

Leave a Reply