આરોગ્ય

મગફળી ખાવાથી ઘણા ફાયદા થાય છે

તેમજ બીમારીઓ પણ દુર થાય છે

Benefits of Eating Peanuts
202

મગફળી ખાવાથી ઘણા ફાયદા થાય છે, તેમજ બીમારીઓ પણ દુર થાય છે, મગફળીનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે. તો ચાલો જાણીએ ક્યાં રોગોથી આઝાદી મળે છે. મગફળી ને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. મગફળીમાં આરોગ્યના ખજાનો છિપાયેલો છે એમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે છે.

રોજ સવારે ખાલી પેટ મગફળી ખાવાથી ચરબી ઝડપથી ઘટે છે. મગફળીમાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે જે ભૂખને રોકી અને પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેથી શરીરમાંથી ચરબી ઘટે છે.

ગર્ભવતી મહિલાઓને મગફળી ખાવાથી ખૂબ લાભકારી રહે છે. આથી ગર્ભમાં રહેતું બાળકનો વિકાસ સારી રીતે થાય છે.

મગફળી હાર્ટ માટે પણ જરૂરી છે. મગફળીનું સેવન કરવાથી હાર્ટએટેકનું જોખમ ૫૦ ટકા ઘટી જાય છે.

વધતી ઉમ્રના લક્ષણોને રોકવા માટે મગફળીના સેવન કરાય છે. એમાં રહેલ એંટી ઓક્સીડેંટ વધતી ઉમ્રના લક્ષણો વધવાથી રોકે છે.

મગફળીમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રક્તસંચાર યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે અને બ્લડ પ્રેશર બરાબર રહે છે.

ઓમેગા ૬ થી ભરપૂર મગફળી ત્વચાને કોમળ બનાવી રાખે છે.

મગફળીનું સેવન કરવાથી કબજિયાત તેમજ કોલન કેન્સરથી બચી શકાય છે. માટે રોજ સવારે ૪ થી ૫  મગફળીના બી ખાવા અને ખૂબ પાણી પીવું.

મગફળીમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે એના સેવનથી હાડકાઓ મજબૂત બને છે.

Leave a Reply