તહેવાર

ભવનાથ મહાદેવનો મેળો, મિની કુંભ મેળો

જૂનાગઢ શિવરાત્રી મેળો, મૃર્ગીકુંડ માં સાધુ-સંતો કરશે શાહી સ્નાન

Bhavnath Mela
389

ભવનાથ મહાદેવનો મેળો, મિની કુંભ મેળો, જૂનાગઢ શિવરાત્રી મેળો, મૃર્ગીકુંડ માં સાધુ-સંતો કરશે શાહી સ્નાન, નાગા બાવાઓનો અલગ અંદાજ. રાજ્ય સરકાર દ્વારા શિવરાત્રી મેળા ને લઘુકુંભ જાહેર કરાયો છે. જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીનો મેળો જોવા લોકો દેશ વિદેશથી અહી આવે છે.

મહાશિવરાત્રી મેળા દરમ્યાન ભવનાથમાં આવેલ તમામ જ્ઞાતિ-સંસ્થાઓમાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ ઊપરાંત ગુજરાતભરમાંથી ઘણી સંસ્થાઓ તથા દાતાઓ દ્વારા મેળા દરમ્યાન ચા-પાણીની સેવા તથા અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે.

ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મુકામે દર વર્ષે મહા વદ નોમથી મહાવદ ચૌદસ શિવરાત્રી સુધી મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાતભરના તથા બહારના રાજયોમાંથી યાત્રિકો તથા જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો આવે છે. આ ઊપરાંત વિદેશથી પણ અમુક પર્યટકો આ મેળામાં આવે છે.

જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં પ્રથમ વખત લીલી પરિક્રમાને દરવાજા પાસે ટેન્ટ સીટી ઉભું કરવામાં આવ્યું છે જેમાં ૭૫ ટેન્ટ એં.સી તેમજ ૧૦૦ ટેન્ટ નોન એં.સી ઉભા કરવામાં આવ્યા છે. સાથે પાણીથી લઇ તમામ સુવિધાઓ સાથેના ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. હાલ ૧૭૫ ટેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply