તહેવાર

ભીમ અગિયારસ ૨૦૧૯

એકાદશીનું વ્રત કરનાર પાણી પણ પીતાં નથી

Bhim Agiyaras
668

ભીમ અગિયારસ ૨૦૧૯, એકાદશીનું વ્રત કરનાર પાણી પણ પીતાં નથી, વર્ષ ની સર્વ શ્રેષ્ઠ અગિયારસ એટલે નિર્જળા એકાદશી. ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપૂરીનું જમણ હોય છે. અનેક પરંપરાઓ સાથે જોડાયેલ ભીમ અગિયારસનો તહેવાર ખુબ જ હિંદુ ધર્મમાં મહત્વનો છે. જેઠ માસમાં સુદ માં આવતી અગિાયરસ એટલે ભીમ અગિયારસ આ તહેવાર સાથે કેરી ખાવાનું અનેરુ મહત્વ છે. આજના દિવસે ગાયત્રી મંત્રનો ઉદ્દભવ થયો હોવાથી ગાયત્રી જયંતિ પણ ઉજવવામાં આવે છે.

જયારે વેદ વ્યાસે ભીમને જેઠ સુદ અગિયારસના દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાથી બધી જ એકાદશીનું ફળ મળશે એવું કહ્યું. ત્યારબાદ ભીમે પાણીનું એક ટીપું પણ પીધા વગર ઉપવાસ કરતાં આ દિવસને ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી કહે છે. ભીમે આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્‍પન્‍ન થતું ફળ કેરી) ભગવાન વિષ્‍ણુને ધરેલી હતી. જેથી ભીમ અગિયારસ ના દિવસે ભગવાનને કેરી ધરાવવાનું અને સાથે આપણે આરોગીએ છે.

ભીમ અગિયારસ ના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે તમેજ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું.  સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુ પાસે વ્રતનો સંકલ્પ કરવો. તેમને કહેવું કે તમે વ્રત કરવા ઈચ્છો છો અને તેને પૂરું કરવાની શક્તિ આપો. ભગવાન વિષ્ણુ ને ફૂલ ચડાવીને ફળનો ભોગ લગાવવો. એકાદશીના દિવસે પાણીનું દાન કરવું. પાણીનું પરબ હોય ત્યાં માટલાનું દાન કરવું. તેમજ એકાદશીની સાંજે તુલસીની વિશેષ પૂજા કરવી ખુબજ મહત્વ છે.

એકાદશીનું ધાર્મિક મહાત્મ્ય જોઇએ તો માર્કન્ડ પુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર એકાદશી વિષ્ણુ-સ્વરૃપ છે અને આ દિવસે ઉપવાસ કરવાથી વૈકુંઠમાં વાસ મળે છે. ભીમ અગિયારસના દિવસે શાલીગ્રામને પંચામૃત વડે સ્નાન કરાવી તેની પૂજા કરાય છે અને વસ્ત્રો, અનાજ, કમંડળ કે સુવર્ણનું દાન કરાય છે. ભીમ અગિયારસ ના દિવસે ऊँ नमो भगवते वासुदेवाय જપ કરવાથી ખુબજ ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply