જ્યોતિષ

હોળી અભિનંદન

હેપી હોળી અભિનંદન

Happy Holi Messages
152

હોળી અભિનંદન, હેપી હોળી અભિનંદન, હોળી ભારતમાં સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દરેક ભારતીય લોકો હોળીની ઉજવણી કરે છે. હોળીના પર્વ પર પૂજા અને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વ પર હર્ષોલ્લાસ સાથે રંગથી રમવામાં આવે છે.

રંગો અને મસ્તીનો તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે. હેપી હોળી શુભેચ્છાઓ એકત્રિત કરવામાં આવેલ છે. તમે તમારા મિત્રો અને કુટુંબના સભ્યો સાથે આ શુભેચ્છાઓ પાઠવી અને મોકલી શકો છો.

 

ભગવાન જાણે તેઓ કયા

સાબુથે ન્હાય છે.

રોજ મોઢુ કાળુ કરે છે

છતાં તેઓ ઉજળા જ દેખાય છે.

 

લગાવી ન દેશો, વગર પૂછે

કોઈને રંગ અજાણ્યો

તમને ખબર નથી કે આજકાલ

ચોઈસનો છે જમાનો

 

દૂરથી જોયુ તો અમે સમજ્યા કે

તેમના હાથોમાં છે મોબાઈલ

રંગાઈ ગયા પછી જાણ્યુ આ તો છે પિચકારીની નવી સ્ટાઈલ

 

હોળી છે એક એવો તહેવાર

દિલથી દિલ મેળવવાનો

પરેજ છે જેમને રંગોથી

તેમણે પણ રંગીન કરવાનો

Leave a Reply