ધર્મ

૧૪ વર્ષમાં એક વાર ખીલે છે બ્રહ્માનું ફૂલ

જેને દેખાઈ જાય તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે

Brahma lotus flower
416

૧૪ વર્ષમાં એક વાર ખીલે છે બ્રહ્માનું ફૂલ, જેને દેખાઈ જાય તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે, બ્રહ્મ કમળ નામનું ફૂલ જે અલૌકિક શક્તિ ધરાવે છે. હિમાલયની ઊંચાઈ પર જોવા મળતા આ ફૂલનું પૌરાણિક મહત્વ પણ છે. બ્રહ્મ કમળને સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માનું ફૂલ માનવામાં આવે છે.

બ્રહ્મ કમળ વિશે એવુ મનાય છે કે બ્રહ્મ કમળ ફૂલ મનુષ્યોની દરેક ઈચ્છા પૂરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે અને દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. તેનો ઉલ્લેખ અનેક પૌરાણિક વાર્તાઓમાં મળે છે. એક માન્યતા અનુસાર આ કમળ પર સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી બિરાજમાન છે. આવા જ એક કમળમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી.

માન્યતા મુજબ જે વ્યક્તિ પણ આ ફૂલને જોઈ લે છે તેની દરેક ઈચ્છા પૂરી થઈ જાય છે. આ ફૂલને જોવુ આસાન નથી. કારણ કે આ મોડી રાત્રે ખીલે છે અને થોડા કલાકો જ ખીલેલુ રહે છે. વળી, તે ૧૪ વર્ષમાં એક જ વાર ખીલે છે, જેના કારણે તે જોવા મળવુ ખૂબ જ દુર્લભ છે.

દ્રોપદીએ જ્યારે તેણે બ્રહ્મ કમળને જોયું ત્યારે ખુશી મળી હતી અને તેને આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ થયો. દ્રોપદી કૌરવોએ કરેલા અપમાનને ભૂલી નહતી શકી. સાથે જ વનની યાતના પણ માનસિક દુ:ખ આપી રહ્યું હતું. પણ તેને જયારે બ્રહ્મ કમળને જોયું ત્યારે તેનુ દુઃખ ખુશીમાં બદલાઈ ગયુ.

Leave a Reply