ધર્મ

શ્રાવણ મહિનામાં ફક્ત એક વસ્તુ લાવો

ધંધો ચાલવા લાગશે અને સુખ સંપતિ આવશે

Shravan Mahino
774

શ્રાવણ મહિનામાં ફક્ત એક વસ્તુ લાવો, ધંધો ચાલવા લાગશે અને સુખ સંપતિ આવશે, મહાદેવ પ્રસન્ન થશે અને માતા લક્ષ્મીની કૃપા વરસશે. ભગવાન શિવના ભારતમાં ૧૨ જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે.

દર વર્ષે શ્રાવણનો મહિનો શિવ ભક્તો માટે કઈંક આવા જ અનુભવ લઈને આવે છે. શિવની ભક્તિના નશામાં ડૂબેલા લોકો ભોલે નાથને ખુશ કરવા તમામ પ્રકારના પ્રયત્ન કરે છે. કહેવાય છે કે, શ્રાવણનો મહિનો હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.

શ્રાવણ માસ શિવજીની આરાધના કરવાનો ઉત્તમ સમય હોય છે. આ માસ દરમિયાન શિવજીની પૂજા કરવાથી ભક્તોની સમસ્યાઓ ભોળાનાથ દૂર કરે છે. માતા પાર્વતી અને શિવજીની પૂજા આ માસમાં જે ભક્ત કરે છે તેના પર શિવજીની અસીમ કૃપા વરસે છે.

ભસ્મ : ભસ્મ ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુ છે. ઘરે મંદિરમાં શિવમૂર્તિ પાસે રાખી શકાય.

ચાંદી કે તાંબાનું ત્રિશૂળ : ઘરના હૉલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપન કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવની અસર થતી નથી.

રૂદ્રાક્ષ : રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂ માંથી થઈ છે. તેને ઘરના રાખવાથી ઘણા લાભ મળે છે.

ચાંદી કે તાંબામાં નંદી : ચાંદી કે તાંબામાં નંદી ને અલમારી કે તિજોરીમાં મુકવાથી ધનની હાની થતી નથી.

તાંબા નો લોટો : ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય, ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હમેશા પ્રેમ વિશ્વાસ બની રહેશે.

ગંગાજળ : ભગવાન શિવે ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું, તેથી ઘરના રસોડામાં ગંગા જળ રાખવાથી ઘરમાં તરક્કી બની રહે છે.

ચાંદી કે તાંબાનો નાગ : ઘરના મુખ્ય બારણાના આસ-પાસ ચાંદી કે તાંબાનો નાગ રાખવાથી કામોમાં રૂકાવટ આવતી ખત્મ થઈ જાય છે.

ડમરૂ : બાળકના રૂમમાં ડમરૂ રાખવાથી બાળકો પર કોઈ રીતની ખરાબ પ્રભાવની અસર નથી થતી સાથે બાળક ભણવામાં હોશિયાર બને છે.

Leave a Reply