દેશ

બજેટમાં શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ થયું

ધનિક, મધ્યમ વર્ગ, ગરીબ, મહિલા અને ગામડા માટે કેટલો ફાયદો નુકસાન

Budget 2019
256

બજેટમાં શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ થયું, ધનિક, મધ્યમ વર્ગ, ગરીબ, મહિલા અને ગામડા માટે કેટલો ફાયદો નુકસાન, ખેડૂત માટે શું મળ્યું. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર ૨.૦ નુ પથમ બજેટ રજુ કર્યુ છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બજેટમાં વિશેષ ધ્યાન ગરીબો, ખેડૂતો અને મધ્યમવર્ગ પર રાખવામાં આવ્યુ છે. બજેટમાં પેટ્રોલ-ડિઝલ, સોના અને અન્ય ઘણી ચીજો પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે.

જળ ક્ષેત્ર પર ફોકસ : નાણા મંત્રીએ કહ્યુ કે અમારી સરકારે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. પાણીની આપૂર્તિનું લક્ષ્યને લાગૂ કરવામાં આવ્યું છે, ૧૫૦૦ બ્લોકની ઓળખ કરવામાં આવી છે. આના માધ્યમથી દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે. ૨૦૨૪ સુધી દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.

સફાઈ પર ધ્યાન : નાણા મંત્રીએ જાહેરાત કરી કે ૨૦૨૪ પછી ૯૦૬ કરોડ શૌચાલયો બનાવવામાં આવશે. ૫.૬ લાખ ગામો આજે ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થયા છે.

શિક્ષણને લઈને જાહેરાત : સરકાર નવી શિક્ષણ નીતિ લાવશે. શિક્ષણ નીતિ પર અભ્યાસ કેન્દ્ર બનાવવામાં આવશે. રાષ્ટ્રીય રિસર્ચ ફાઉન્ડેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર ઉચ્ચ શિક્ષણ પાછળ ૪૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. દુનિયાના ટોપ ૨૦૦ ભારતની ફક્ત ૩ કોલેજ છે, એવામાં ભારત આ સંખ્યાને વધારવા પર ભાર આપશે.

બજેટ ની મહત્વની જાહેરાત

પાન કાર્ડ ની જગ્યાએ હવે આધારથી પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે.

અફોર્ડેબલ હાઉસિંગ સ્કિમ હેઠળ ઘર ખરીદવા માટે લેવાયેલી લોનના વ્યાજ પર ૧.૫ લાખની વધારાની ટેક્સ છૂટ મળશે. એટલે કે ૪૫ લાખ સુધીનું ઘર ખરીદવા માટે લોનના વ્યાજ પર મળથી કુલ છૂટ હવે ૨ લાખથી વધીને ૩.૫ લાખ રૂપિયા થઈ.

બેંક એકાઉન્ટથી વાર્ષિક ૧ કરોડથી વધુ કાઢવા પર ૨ ટકા ટીડીએસ

૨-૫ કરોડની આવકવાળાએ ૩ ટકા વધારાનો કર ભરવો પડશે.

૫ કરોડથી વધુની આવક પર ૭ ટકા વધારાનો સરચાર્જ ભરવો પડશે.

૪૦૦ કરોડ ટર્નઓવર વાળી કંપનીઓ પર ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ લાગશે.

ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર ૧.૫ લાખની વધારાની ટેક્સ છૂટ મળશે.

બજેટ માં શું થયુ છે મોંઘુ

નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતા જણાવ્યુ કે, સોના પર ભાવ વધારતા તેને ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દેવામાં આવેલ છે. તેમણે કહ્યુ કે, તંબાકુ પર પણ વધારે શુલ્ક લગાવવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર ૧-૧ રૂપિયાનો વધુ સેસ લગાવવામાં આવશે. આયાત કરેલ પુસ્તકો પર ૫% કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. સીસીટીવી, પીવીસી અને માર્બલ પર પણ કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે.

બજેટ માં શું થયુ સસ્તુ

૨૦૧૯ નાં સામાન્ય બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં, ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર ૧૨% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો હતો. આ સિવાય, ઇલેક્ટ્રિક વાહનો ખરીદી માટે લેવામાં આવેલ લોન પર ચુકવવામાં આવેલ વ્યાજ પર ૧.૫ લાખ રૂપિયાની વદુ ઇનકમ ટેક્સ છૂટ પણ મળશે. સરકાર આ પગલા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લોકો માટે સસ્તી બનાવવા માંગે છે.

Leave a Reply