પ્રદેશ

પાડાની કિંમત ૧૦ કરોડ રૂપિયા

દર મહિને ૧ લાખનો ચારો ચરે છે

Bhim Buffalo
255

પાડાની કિંમત ૧૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. મુર્રા નસલના આ પાડાનું વજન ૧૨૦૦ કિલો છે. જ્યારે તેની ઉંચાઈ ૬ ફીટ અને લંબાઈ ૧૪ ફીટ છે. રાજસ્થાનમાં દર વર્ષે પુષ્કર મેળો યોજાય છે, જ્યાં દૂર-દૂરથી લોકો પાડા વેચવા માટે આવે છે. આ વખતે રાજસ્થાનના પ્રખ્યાત પુષ્કર મેળામાં આવેલ ભીમ નામનો પાડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ આ પાડો પોતાની ઉંમરના અન્ય પાડાઓની કદ-કાઠીથી મોટો છે. આ પાડો દર મહિને એક લાખ રૂપિયાનો ચારો ચરી જાય છે. પાડાની દેખરેખ માટે સ્પેશિયલ ૪ લોકોને રાખવામાં આવ્યા છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આયોજિત થયેલ એગ્રો ટેક કિસાન મેળામાં ભીમ પાડાએ સૌથી તાકાતવર પાડો હોવાનો ખિતાબ પણ જીત્યો હતો.

આ પાડાને દરરોજ એક કિલો ઘી, અડધો કિલો માખણ, ૨૦૦ ગ્રામ મધ, ૨૫ લીટર દૂધ અને એક કિલો કાજૂ બદામ ખવડાવવામાં આવે છે. પાડાના માલિક જવાહરલાલ જાંગિડ જણાવે છે કે ભીમની ડાયેટ ઉપરાંત ૧ કિલો સરસવના તેલથી દરરોજ પાડાની માલિશ કરવામાં આવે છે. જવાહરલાલ જાંગિડ જણાવે છે કે એમની પાસે કેટલાય લોકો આ પાડાને ખરીદવા માટે આવે છે અને કરોડોની ઑફર પણ કરે છે, પરંતુ તેઓ આ પાડાને વેચવા માગતા નથી. તેઓ ભીમ થકી પાડાઓની નસલ સુધારવા માંગે છે.

Leave a Reply