દેશ

કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો

મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થું ૯% થી વધારીને ૧૨% કર્યું

Dearness Allowance
92

કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો, મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થું ૯% થી વધારીને ૧૨% વધારો કર્યો. મોદી સરકારે ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મોંઘવારી ભથ્થું ૯ ટકા વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યું છે. જે ૧ જાન્યુઆરી, ૨૦૧૯ થી લાગુ થશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર ૯૧૬૮ કરોડ રૂપિયાનો બોજ પડશે.

અગાઉ ઓગસ્ટ, ૨૦૧૮ માં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૨ ટકા અને પેન્શનર્સના રિલીફમાં ૨ ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રના આ નિર્ણયનો ફાયદો ૧.૧ કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.

કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૧૮ માં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ ૫ ટકાથી વધારીને ૭ ટકા કર્યું હતું. ગયા વર્ષે માર્ચ મહિનામાં ડીએમાં જે વધારો કર્યો હતો તે ૭મા પગારપંચની ભલામણોને આધારે કરવામાં આવ્યો હતો.

Leave a Reply