તહેવાર

ચૈત્રી નવરાત્રિ દંતકથા

વસંત નવરાત્રિ દંતકથા

Chaitra Navratri
211

ચૈત્રી નવરાત્રિ દંતકથા, વસંત નવરાત્રિ દંતકથા, દેવી ભાગવતમાં જણાવ્‍યા પ્રમાણેની દંતકથા ખુબજ પ્રચલિત અને ધાર્મિક કથા છે. જેના અનુસાર શિકાર કરવા નીકળેલા કોશલ દેશના મહારાજા ધ્રુવસિંધુને એક સિંહે મારી નાખ્‍યો હતો. તેના કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ ચાલતી હતી, પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગનરેશ વિરસેનની પોતપોતાના પૌત્રોને ગાદી પર બેસાડવાની ઇચ્‍છા હતી. પરિણામે તેઓ બંને વચ્‍ચે યુદ્ધ થયું. યુદ્ધમાં વિરસેનની હત્‍યા થઈ. રાણી મનોરના કુંવર સુદર્શન અને એક વ્‍યંઢળ સાથે જંગલમાં નાસી ગઈ. તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્‍યાં આશ્રય લીધો.

કુંવર સુદર્શન સાથે રહેતા વ્‍યંઢળને સંસ્‍કૃતમાં ‘કલીલા’ નામે બોલાવવાનું શરૂ કર્યું, પરંતુ રાજકુંવરે તેનો અર્થ ‘ક્‍લીમ’ કર્યો અને હવે તે વ્‍યંઢળને ‘ક્‍લીમ્‍’ કહીને બોલાવવા લાગ્‍યો. ‘ક્‍લીમ’ શબ્‍દમાં પ્રબળ દૈવી શક્‍તિ રહેલી હોઈ તે ખૂબ જ પવિત્ર ગણાય છે. વારંવાર આ શબ્‍દના ઉચ્‍ચારણથી મા દેવી તેની સમક્ષ પ્રગટ થયાં. દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્‍યા અને સાથે સાથે ઘણા દિવ્‍ય અસ્ત્ર-શસ્ત્રો તેમ જ અખૂટ બાણ-ભાથો પણ ભેટમાં આપ્‍યો.

શશીકલાના સ્‍વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. કુંવરી શશીકલાએ કુંવર સુદર્શનને પસંદ કરીને તેની સાથે લગ્ન કર્યાં. આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધજીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. કુંવર સુદર્શન, તેની પત્‍ની અને તેના સસરાએ મળીને દેવીની સ્‍તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને વસંત નવરાત્રિ દરમિયાન હોમ-હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતધ્‍ર્યાન થઈ ગયા. ત્‍યાર બાદ વસંત નવરાત્રિ દરમિયાન સુદર્શન અને શશીકલા તેમ જ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્‍તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્‍યો.

Leave a Reply