વિજ્ઞાન

ચંદ્રયાન-૨ નું લોન્ચિંગ સફળ

ચંદ્ર તરફ ઐતિહાસિક પ્રવાસ શરુ

Chandrayaan 2
494

ચંદ્રયાન-૨ નું લોન્ચિંગ સફળ, ચંદ્ર તરફ ઐતિહાસિક પ્રવાસ શરુ, અવકાશની ભ્રમણકક્ષા પહોચ્યું, દેશભરમાં ખુશીની લહેર. ભારતીય અવકાશ સંસ્થાએ દેશવાસીઓનું માથુ ગર્વથી ઉંચુ કર્યું છે. શ્રીહરિકોટા ખાતેથી ચંદ્રયાન-૨નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. ચન્દ્રયાન-૨ ને આજે બપોરે ૨.૪૩ કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું.

ચંદ્રયાન-૨ રોકેટની લંબાઈ ૪૪ મીટર, વજન ૬૪૦ ટન છે. પૃથ્વી અને ચન્દ્રની વચ્ચે લગભગ ૩ લાખ ૮૪ કિમીનું અંતર છે. ચંદ્રયાન-૨ દ્વારા ભારત એક એવા અનમોલ ખજાનાની શોધ કરી શકે છે જેનાથી ફક્ત આગામી લગભગ ૫૦૦ વર્ષ સુધી માણસોની ઉર્જાની જરૂરિયાત પુરી કરી શકવા ઉપરાંત ખરબો ડોલરની કમાણી પણ થઈ શકે છે.

ચન્દ્રયાન-૨ ભારતનું સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-૩ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેટિર, લૅન્ડર અને રોવર છે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લૅન્ડરને ઉતારશે. આ વખતે ચન્દ્રયાન-૨નું વજન ૩૮૮૭ કિલો છે. આ ચન્દ્રયાન-૧ મિશન(૧૩૮૦ કિલો)થી લગભગ ત્રણ ગણું વધુ છે. લૅન્ડરની અંદરના હાલના રોવરની ગતિ ૧ સેમી પ્રતિ સેકન્ડની રહેશે.

પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાંથી બહાર નીકળ્યા બાદ યાન સતત પાંચ દિવસ પ્રવાસ કરી ચંદ્ર નજીક પહાંચશે. આ દરમિયાન ચંદ્રયાન બેંગાલુરૂ પાસે આવેલા બાયલાંલુ ખાતેના ડીપ સ્પેસ નેટવર્ક સાથે કોમ્યુનિકેશન કરતું રહેશે.

ચંદ્ર નજીક પહાંચ્યા બાદ વિક્રમ લેન્ડર અને તેની અંદર ફીટ થયેલું પ્રજ્ઞાન રોવર બંને ઓર્બિટરથી અલગ પડી જશે. ચાર દિવસ સુધી વિક્રમ ચંદ્રની પ્રદક્ષિણા કરશે. ત્યારબાદ ચંદ્ર પર ૧૫ મિનિટમાં ઉતરાણ કરશે. ત્યારબાદ શરૂ થશે ચંદ્ર પર શોધ અભિયાન.

Leave a Reply