સમાચાર

ચિલોડા થી શામળાજી વચ્ચે બનશે ૬ લેન હાઇવે

૭૦૦ કરોડના ખર્ચે ૯૩ કી.મી ના અંતરમાં ૯ ફ્લાયઓવર અને ૯ અન્ડરપાસ બનશે

National Highway 8National Highway 8
294

ચિલોડા થી શામળાજી વચ્ચે બનશે ૬ લેન હાઇવે, ૭૦૦ કરોડના ખર્ચે 93km ના અંતરમાં ૯ ફ્લાયઓવર અને ૯ અન્ડરપાસ, નાના વાહનો માટે બનાવશે ૧૩ અન્ડરપાસ, જાણો ક્યાં-ક્યાં બનશે અન્ડરપાસ અને ફ્લાયઓવર. હિંમતનગર ના સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે ૮ ને લગભગ ૧૫ વર્ષ બાદ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચિલોડાથી શામળાજી સુધીના ૪ લેન હાઇવેને ૬ લેન બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે અંદાજીત ૯૩ કી.મી.ના અંતરમાં ૯ જેટલા ફલાયઓવર, ૯ અન્ડરપાસ અને ૧૩ જેટલા નાના વાહનો માટેના અન્ડર પાસ બનાવવામાં આવવાના છે. જે સંગપુરમાં પશુઓ માટે અન્ડર પાસનું આયોજન કરવામાં આવ્યુ છે હિંમતનગરની સાબરડેરીથી કાંકણોલ સુધીના માર્ગ પર ૮૩૦ મીટર થી ૯૧૦ મીટર લંબાઇના ૪ ઓવર બ્રીજ બનાવવામાં નવનાર છે. તેની પાછળ અંદાજે રૂ. ૭૦૦ કરોડનો ખર્ચ થનાર છે.

ફ્લાય ઓવર ક્યાંથી પસાર થશે

રાજેન્દ્રનગર, ગાંભોઇ, સહકારી જીન, મેડીકલ કોલેજ, મોતીપુરા જીઆઈડીસી, સાબરડેરી, પ્રાંતિજ, મજરા, છાલા

હળવા વાહનો માટે નો રસ્તો ક્યાંથી પસાર થશે

શામળપુર, ખારી        , ટીંટાઇ, છત્રેસરી, સરવણા, વાંટડા, આગિયોલ, કાંકણોલ, દલપુર, સોનાસણ, પીલુદ્રા, ગીયોડ, સીહોલી

અન્ડર પાસ ક્યાં બનશે

ગડાધર, રાયગઢ, હાજીપુર, સલાલ, કમાલપુર, તાજપુર, ચંદ્રાલા, છાલા, ઘણપ

Leave a Reply