તહેવાર

રંગોની આરાધનાનો તહેવાર હોળી

રંગો વિના સંસાર એટલે સુનો સંસાર

Happy Holi Wallpapers
207

રંગોની આરાધનાનો તહેવાર હોળી, રંગો વિના સંસાર એટલે સુનો સંસાર, રંગોની અનુભૂતિ કરનાર, ખૂબસુરતીથી આનંદિત થનાર મન ભગવાને માણસને આપ્યું છે. ઘણાં પશુ પક્ષીઓ અલગ અલગ રંગ જોવા અને ઓળખવામાં અસક્ષમ હોય છે.

સંસાર રચનારે કહ્યું કે માણસ ફૂલોમાં, પતંગિયામાં, મોરમાં, સૂરજ-ચંદ્રની સાથે સાથે ડગથી ડગ માંડીને ચાલતાં અને દરેક પળે ચહેરો બદલતાં આકાશના ચિત્તાકર્ષક રંગોમાં, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં સૃષ્ટિની રચયિતાની સુંદરતાની ઝલક મેળવી શકે તેને સત્યં શિવં સુંદરમનું જ્ઞાન મેળવવાનો અવસર મળે.

રંગોની આ અભિલાષા જ્યારે સામાજીક, સામુહિક બની જાય છે તો હોળી આવે છે. રંગોની આરાધનાનો એક અનોખો સામાજીક તહેવાર અસ્તિત્વમાં આવી જાય છે અને લોકો એકબીજાને જુદા જુદા રંગોમાં નાંખી દે છે. ફાગણ રમાય છે, ગુલાલ ઉડાડે છે, રંગ ભરીને એકબીજા પર પીચકારીઓ મારે છે.

સાચા અર્થમાં પ્રકૃતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૂપ આપવાનો એક અવસર છે. એક અદ્વિતિય તહેવાર છે હોળી. પહેલાં આપણા દેશની અંદર હોળી અને વસંતોત્સવ ઘણાં દિવસો સુધી ઉજવવામાં આવતો હતો.

Leave a Reply