દેશ

દેશની પહેલી લેડી કોબરા કમાન્ડો

દેશની પહેલી લેડી કોબરા કમાન્ડો કે જે એ.કે.૪૭ રાઈફલ લઈને જંગલોમાં ફરે છે અને નક્સલીઓ ને ધ્રુજાવે છે.

Usha KiranUsha Kiran
137

દેશની પહેલી લેડી કોબરા કમાન્ડો કે જે એ.કે.૪૭ રાઈફલ લઈને જંગલોમાં ફરે છે અને છત્તીસગઢના નક્સલીઓ ને ધ્રુજાવે છે. તે છે સીઆરપીએફ દેશની પહેલી લેડી કોબરા કમાંડો ઉષા કિરણ, જે ગોરીલા યુદ્ધ અને જંગલ યુદ્ધ માં માહિર છે. તેને ‘વોગ વિમેન ઓફ ધ યર’ ની તરફથી ‘યંગ અચીવર ઓફ ધ યર’ પસંદ કરવામાં આવી છે. જેનું નામ છે ઉષા કિરણે તે 27 વર્ષની છે અને મૂળ ગુડગાંવ (હવે ગુરુગ્રામ) ની રહેવાસી છે આ લેડી ઓફિસરે માત્ર 25 વર્ષની ઉંમરમાં સીઆરપીએફ જોઇન કર્યું હતું. તેમના પિતા અને દાદા પણ સીઆરપીએફ માં રહી ચૂક્યા છે. સીઆરપીએફ ની ૨૩૨ મહિલા બટાલિયનમાં એક વર્ષની ટ્રેનિંગ પછી ઉષા કિરણે સીનિયર્સ પાસે માંગ કરી હતી કે તેને નક્સલ પ્રભાવિત વિસ્તારમાં મુકવામાં આવે. તેથી તેને બસ્તરની દરભા ખીણમાં મુકવામાં  આવી હતી. નક્સલિયોના ગઢમાં ઉષા કિરણે નક્સલીઓંનો મુકાબલો જ નથી કરતી, પરંતુ ત્યાં રહેતી યુવતીઓ અને મહિલાઓના અંદરનો ડર દૂર કરવા માટે પણ કામ કરે છે. તેમજ પોલીસની સાથે ખતરનાક વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવે છે.

Leave a Reply