સમાચાર

ચાર ચાર બંગડીવાળી ગાડી ન ગાવા કોર્ટનો આદેશ

કિંજલ દવે નું યુટ્યુબ પર ગીત હટાવાયું

Kinjal Dave
521

ચાર ચાર બંગડીવાળી ગાડી ન ગાવા કોર્ટનો આદેશ, કિંજલ દવે નું યુટ્યુબ પર ગીત હટાવાયું, ગુજરાત રાજ્યમાં કોઇપણ પ્રસંગ હોય ત્યાં એક ગીત તો વાગે છે. જે ‘ચાર ચાર બંગડીવાળી’. આ ગીતથી પ્રસિદ્ધ થયેલી ગાયિકા કિંજલ દવેને ૨૨ મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે.

કિંજલ દવે પર આક્ષેપ છે કે તેણે આ ગીતની નકલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા એક ગુજરાતી કલાકારે દાવો કર્યો છે કે, આ સોંગ તેણે લખ્યું તેમજ ગાયું છે. જોકે, કિંજલ દવેએ તેમાં થોડા ફેરફાર કરી આ સોંગને પોતાના નામે ચઢાવી દીધું છે.

ગીત અપલોડ કર્યાના એક મહિના બાદ તેમાં સામાન્ય ફેરફાર કરીને કીંજલ દવેએ તેને યૂટ્યૂબ પર ૨૦૧૬ માં અપલોડ કર્યું હતું. અરજદારે કોર્ટમાં કહ્યું કે, આ ગીતથી કિંજલને ખાસ્સો ફાયદો થયો છે અને ક્રેડિટ મળી છે. ખરેખર તો જેનું આ ગીત છે તેને કોઈ ક્રેડિટ કે ચાહના જ મળી નથી. કોર્ટે આ કેસમાં કિંજલ દવેને નોટિસ ઈશ્યૂ કરી છે અને ગીતના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કોર્ટના નિર્ણય બાદ કિંજલ દવેએ જણાવ્યું હતું કે, આ ગીત પર અગાઉ પણ કેસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તેઓએ આ ગીત તેઓનું જ છે તેવું સાબિત કરી શક્યા નહતા. મેં હજુ સુધી કોર્ટના નોટિસના પેપર વાંચ્યા નથી. જો ગીત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો તેના ઉપર મારાં વકીલ સાથે ચર્ચા કર્યા બાદ આગળનો નિર્ણય લઇશું.

Leave a Reply