ક્રિકેટ

ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ભારત ટીમ

ભારતીય ક્રિકેટ ટીમનુ એલાન

Indian Team World Cup 2019
685

ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ભારત ટીમ, ભારતીય ક્રિકેટ ટીમનુ એલાન, વિશ્વકપ માટે પસંદગીકર્તાઓએ ભારતીય ટીમની જાહેરત કરી દીધી છે. 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતા વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે.

મુંબઈ ખાતે બીસીસીઆઈના મુખ્ય સિલેક્ટર એમએસ કે પ્રસાદે જાહેર કરેલી ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યુ કે અનેક સિચુએશન હોઈ શકે છે. જ્યા તમને ઓલરાઉંડરની જરૂર પડે. તેથી જડેજા ટીમ માટે જરૂરી છે.

પસંદગીકારોએ આ વખતે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં યુવા જોશ પર વધુ ધ્યાન આપ્યું છે. ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડી છે જે તેના કરિયરનો ચોથો વર્લ્ડ કપ રમી રહ્યા છે. જ્યારે 15માંથી કુલ 8 ખેલાડી એવા છે જે પહેલીવાર ક્રિકેટના સૌથી મોટા મહાકુંભમાં રમી રહ્યા છે.

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંઘ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમદ શમી. રવિન્દ્ર જાડેજા.

Leave a Reply