વેપાર

બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્ક ના ગ્રાહકો ધ્યાન આપે

બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્ક માં ખાતું હોય તો ધ્યાન માં રાખવા જેવી બાબતો

Bank
438

બેન્ક ઓફ બરોડામાં દેના અને વિજયા બેન્ક મર્જર એટલે કે વિલય કરવામાં આવશે. વિલયથી દેશની સૌથી મોટી ત્રીજા નંબરની બેન્ક બની જશે, વિલય બાદ બેન્ક ઓફ બરોડાનો કુલ બિઝનેસ 14.82 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

એટીએમ અને પાસબુક થશે અપડેટ – આ રીતના મર્જર બાદ બેન્ક ગ્રાહકોનું થોડુ પેપર વર્ક વધી જાય છે. આની માટે કેવાયસીની પ્રોસેસ ફરીથી કરવી પડે છે. સાથે એટીએમ, પાસબુક ફરી અપડેટ થાય છે. સેફ રહેશે ડિપોઝિટ પૈસા – આ પ્રક્રિયાથી તમારા બેન્ક ડિપોઝિટ પર કોઈ અસર નહી થાય અને તે સુરક્ષિત જ રહેશે. કારણ કે, આવા મર્જર પહેલા પણ થઈ ચુક્યા છે.

ચાલુ નાણાકીય વર્ષના અંત સુધિમાં થઈ શકે છે મર્જર અરૂણ જેટલીએ કહ્યું છે કે, અમે આ મર્જરથી નબળી બેન્કોને ભેગી કરવા માંગતા નથી, પરંતુ ટકાઉ લોડિંગ ક્ષમતા તૈયાર કરવા માંગીએ છીએ. જોકે, આ મર્જરનો સમય હજુ નક્કી નથી થયો, પરંતુ નાણાકીય વર્ષના અંત સુધીમાં થવાની આશા છે.

<

p style=”text-align: justify;”>આ ત્રણેય બેન્કોમાં ખાતા ધરાવતા લોકોએ ફરી વાર કેવાયસીની પ્રક્રિયા પૂરી કરવી પડશે. કેવાયસી પૂરા પાડયાં બાદ ગ્રાહકોને નવી ચેકબુક, એટીએમ કાર્ડ અને પાસબુક અપાશે. ત્રણેય બેન્કોના વિલય બાદ ખાતેદારોની જમા રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. જોકે વિલય બાદ જે નવી બેન્ક અસ્તિત્વમાં આવશે ત્યારે થોડા સમય પૂરતા ખાતાઓનું સંચાલન બંધ થઈ શકે છે.

સરકારનો પ્લાન છે કે, બેન્કોના મર્જર માટે ગ્લોબલ સાઈઝની 4 થી 5 બેન્કો તૈયાર કરવામાં આવે. ત્યારબાદ આ બેન્ક દુનિયાની 50 સૌથી મોટી બેન્કોમાં સામેલ થઈ ગઈ છે. નાણાંમંત્રી અરૂણ જેટલી પહેલા પણ કહી ચુક્યા છે કે, ભારતને ગ્લોબલ લેવલની 5 થી 6 બેન્કોની જરૂરત છે. આ બેન્કોના વિલય માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply