તહેવાર

દેવશયની એકાદશી ૨૦૧૯

પદ્મનાભ એકાદશી, પ્રબોધિની એકાદશી, હરિશ્યની એકાદશી, દેવપોઢી એકાદશી

Devshayani Ekadashi
567

દેવશયની એકાદશી ૨૦૧૯, પદ્મનાભ એકાદશી, પ્રબોધિની એકાદશી, ૧૨ જુલાઈને દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસીની કેવી રીતે પૂજા કરવી. આષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી છે જેને દેવશયની એકાદશી કે હરિશ્યની એકાદશી, પદ્મનાભ એકાદશી, દેવપોઢી એકાદશી અને પ્રબોધિની એકાદશી ના નામથી ઓળખાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શયન અવસ્થામાં આવી જાય છે. આ દિવસથી દેવપ્રબોધિની એકાદશી સુધી ભગવાન  વિષ્ણુ પાતાલ લોકમાં નિવાસ કરે છે.

દેવશયની એકાદશી તિથિ તેમજ શુભ મુહૂર્ત:

  • 2019 માં દેવશયની એકાદશીનું વ્રત 12 જુલાઈ શુક્રવારના દિવસે આવે છે.
  • એકાદશી તિથિ પ્રારંભ 12 જુલાઈ શુક્રવારે 1:02 મિનિટ પર
  • એકાદશી તિથિ સમાપ્ત 13 july શનિવાર 12: 31 મિનિટ.

અષાઢ શુકલા એકાદશીથી માંડીને કારતક શુકલા એકાદશી સુધી મનુષ્‍યે. વિશેષરુપે ધર્મનું આચરણ કરવું જોઇએ. જે મનુષ્‍ય આ વ્રતનું અનુષ્‍ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્‍ત થાય છે. આથી પ્રયત્‍ન પૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઇએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્‍ણુની પૂજા કરવી જોઇએ. એમ કરનારા પુરુષના પૂણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે.

ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણાં, કારેલાં, કોળું વગેરે શાક વર્જ્ય ગણવાં જોઈએ. શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળાં કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ. ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી ‘ॐ નમો નારાયણ’ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે.” ચાતુર્માસ આવતા દરેક દેવો, તીર્થો ભગવાન વિષ્ણુના ચરણમાં શરણ લે છે, અત: ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે.

Leave a Reply