આરોગ્ય

ડિસ્પોઝેબલ વાસણનો ઉપયોગ કેન્સરનું કારણ બની શકે છે

સૌથી વધારે કેન્સર થવાની શક્યતા રહેલી છે

Disposable Mess
146

ડિસ્પોઝેબલ વાસણનો ઉપયોગ કેન્સરનું કારણ બની શકે છે, ડિસ્પોઝેબલ વસ્તુથી સૌથી વધારે કેન્સર થવાની શક્યતા રહેલી છે. આપણે ત્યાં ગમે તે પસંગ હોય તેમાં ભોજન માટે ડિસ્પોઝેબલ વસ્તુ વાસણોનો ઉપયોગ કરતા જ હોય છે. તેનાથી ફાયદો પણ એક તો વાસણ ઓછા ધોવા પડે અને જમાડવાનું પણ સહેલું પડે છે. પણ ડિસ્પોઝેબલ વાસણ શરીરને ખુબજ નુકસાન પહોચાડે છે.

ડિસ્પોઝેબલ વાસણને ચીકણું બનવા માટે તેની અંદર મીણનું પાતળું પળ લગાવામાં આવે છે. જયારે કોઈ પણ ગરમ ખોરાક તેમાં રાખવાથી તરતજ તે ઓગળીને મીણ ખાદ્ય પદાર્થમાં ભળી જાય છે. તેથી તે ખોરાક ખાવો હાનીકારક બને છે અને કેન્સરનું કારણ પણ બની શકે છે.

ડિસ્પોઝેબલ વાસણમાં સ્ટાયરોફોમ પોલી ટાઈમ્સ પ્લાસ્ટિક માંથી બને છે. અને આ પ્લાસ્ટિક ગેસથી ભરેલા નાના નાના બોલને ભેળવીને બનેલુ હોય છે. આ એક પ્રકારનું થર્મોકોલ જ છે પણ આ સામાન્ય થર્મોકોલથી વધુ કડક અને મજબુત હોય છે. જે ગેસનો ઉપયોગ કરીને તેને હળવો બનાવવામાં આવે છે અને તેની સંપૂર્ણ બનાવવાની પ્રક્રિયામાં જે કેમિકલનો ઉપયોગ થાય છે તે આપણા આરોગ્ય માટે ઘણું જ ગંભીર સાબિત થઇ શકે છે.

ડિસ્પોઝેબલ વાસણમાં મીણની ઓળખ કરવા માટે ખાલી વાસણની અંદરની તરફ આંગળી ફેરવવાથી આંગળી હળવી અને નરમ થઈ જશે. તે સિવાય આ વાસણમાં ગરમ વસ્તુ નાખી રાખો અને ઠંડી થતા તે ખોરાક આરોગ મોઢાનું સ્વાદ બગડી જશે. અને આખો દિવસ કઈક પણ ખાધા પછી પણ ઠીક નહી થાય. તેનાથી ખબર પડશે કે ડિસ્પોઝેબલમાં મીણ ઉપયોગ થયું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યારે તેમાં મળી આવતા કેમિકલનું પ્રાણીઓ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું, તો તેમાં થોડા એવા તત્વો મળી આવ્યા જો કે આપણા શરીરમાં કેન્સર ઉત્પન્ન કરી શકે છે. સ્ટાયરોફોમ માંથી બનેલી વસ્તુમાં જયારે ગરમ વસ્તુ નાખવામાં આવે છે, તો તેમાં રહેલા સ્ટેરીંગ મટીરીયલ ભળવા લાગે છે.

ડિસ્પોઝેબલ વાસણના ઉપયોગથી થાઈરોઈડ, આંખોમાં ઇન્ફેકશન, થાક, નબળાઈ અને ચામડીના રોગ થવાની શક્યતા ઘણી વધુ રહે છે. કોલ્ડ ડ્રીંક્સ, પાણી અને ઠંડી વસ્તુ સ્ટાયરોફોમ માંથી બનેલા વાસણમાં સેવન કરવું હાનીકારક નથી. પણ ગરમ વસ્તુ જેવું ચા-કીફી અને શુપ જેવી વધુ ગરમ વસ્તુ તેમાં નાખવાથી તે ન્યુરો ટોકસીન્સ બની જાય છે. જે આપણા મગજની નસોને ઘણી વધુ નબળી કરી દે છે.

Leave a Reply