જ્યોતિષ

ઘરમાં ક્યારેય ન રાખશો આ પાંચ વસ્તુ

તે આપે છે અશુભ ફળ

Five things in Home
241

ઘરમાં ક્યારેય ન રાખશો આ પાંચ વસ્તુ, તે આપે છે અશુભ ફળ, ઘરમાં રાખેલી વસ્તુઓનો સારો અને ખરાબ પ્રભાવ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી આ પાંચ વસ્તુઓના કારણે ઘરમાં લક્ષ્મી નથી ટકતી અને કોઈને કોઈ કારણે નુકસાની થતી જ રહે છે. જો તમારા ઘરમાં હોય આવી કોઈ વસ્તુઓ તો આજે જ કરો નિકાલ કરો.

પૂજા સ્થાનમાં મૂર્તિઓની ગોઠવણી

ઘરના મંદિરમાં ક્યારેય કોઈપણ ભગવાનની મૂર્તિ સામસામે ન રાખવી જોઈએ.

બંધ ઉપકરણો

ઘરમાં ક્યારેય બંધ ઉપકરણો ન રાખવા જોઈએ. તેનાથી ધન ની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઘરમાં બંધ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ.

ખંડિત મૂર્તિ

કોઈપણ ભગવાનની ખંડિત મૂર્તિ કે ભગવાનના ફોટા ફાટી ગયા હોય તો તેને ઘરમાં ન રાખી શકાય. તેથઈ ઘરમાં હંમેશા આર્થિક સંકડામણ રહે છે તો તેને પણ નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ.

તૂટેલો કાચ

તૂટેલો કાચ પણ નુકસાન કરે છે, તેમજ તુટેલો અરીસો ભુલથી પણ ન રાખવો. તો તે ઘરમાં હોય તો તેનો તરત જ નિકાલ કરી દેવો. તુટેલા અરીસામાં મો જોવાથી પણ અપશુકન થાય છે.

કાંટાવાળા ફૂલ છોડ

એક વાત યાદ રાખવી કે તે છોડમાં કોઈ કાંટાવાળા છોડ હોય. તો અનેક પ્રયાસ કરવા છતાં ઘરમાં બરકત નહીં આવે.

Leave a Reply