ધર્મ

મહાશિવરાત્રિ પર ભૂલથી પણ શિવજીને અર્પિત ન કરશો

આ વસ્તુઓ શાસ્ત્રોમાં છે વર્જિત

Bholenath
257

શિવરાત્રિ પર ભૂલથી પણ શિવજીને અર્પિત ન કરશો, આ વસ્તુઓ શાસ્ત્રોમાં છે વર્જિત, મહા મહિનામાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. શિવરાત્રિ પર શિવ ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવામાટે ઉપવાસ રાખે છે અને પૂણ ભક્તિભાવથી શિવજીની પૂજા અને આરાધના કરે છે. પણ ભૂલવશ શિવજીને પ્રસન્ન કરવા માટે કેટલીક એવી ભૂલો કરે છે જેનાથી તેમની પૂજા થઈ શકતી નથી.

મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા, તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો.

– કેતકીનુ ફૂલ શિવજીને ન ચઢાવવુ જોઈએ.

– હળદર ભગવાન શિવને ચડાવવામાં આવતું નથી.

– ભગવાન શિવની પૂજામાં તુલસીનો પ્રયોગ પણ વર્જિત છે

– શિવની પૂજામાં તલ ચઢાવવામાં આવતા નથી.

– ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન અક્ષત ચોખા જ ચઢાવવા જોઈએ.

Leave a Reply