તહેવાર

મકર સંક્રાંતિ નું રાશિ મુજબ દાન

મકર સંક્રાંતિ ના દિવસે કઈ રાશિ શું દાન કરવું

Makar Sankranti
332

શાસ્ત્રોમુજબ જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તો તેને સંક્રાંતિ કહે છે. જ્યારે સૂર્ય ગોચરવશ ભ્રમણ કરતાં મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે કાળ મકર સંક્રાંતિ નામે ઓળખાય છે. મકર સંક્રાંતિ સફેદ  વસ્ત્ર ધારણ કરેલા સિંહ પર સવાર થઈને હાથમાં સોનાના પાત્રમાં અન્ન ગ્રહણ કરીને તેમજ કંકુનો લેપ કરતાં કરતાં ઉત્તર દિશા તરફ આગળ વધીને આવી રહી છે.

મેષ(અ,લ,ઈ) : કાળા તલ અને તેમાંથી બનાવાયેલી વસ્તુનું દાન કરવું શુભ

વૃષભ(બ,વ,ઉ) : સફેદ તલ, અથવા તેનાથી બનાવાયેલી વસ્તુ તેમજ ઘીનું દાન કરવું

મિથુન(ક,છ,ઘ) : ગોળનું દાન કરવાથી લાભ

કર્ક( ડ, હ) : ઘીનું દાન કરવું શુભ

સિંહ(મ,ટ) : લાલ ચંદન અને ગોળનું દાન કરવાથી લાભ

કન્યા(પ,ઠ,ણ) : ગોળનું દાન કરવું શુભ

તુલા(ર,ત) : સફેદ વસ્ત્રો અને ઘીનું દાન કરવાથી લાભ

વૃશ્રિક (ન,ય) : તાંબાના સિક્કા કે તાંબાનું પાત્રનું દાન કરવું શુભ

ધન(ધ,ભ,ફ,ઢ) : આખી હળદર અને ચોખાનું દાન કરવાથી લાભ

મકર(ખ,જ) : મકર રાશિના લોકોએ મગની દાળનું દાન કરવું શુભ

કુંભ( ગ,શ,સ) : લોકોએ કાળાં અળદની દાળનું દાન કરવાથી લાભ

મીન(દ,ચ,ઝ,થ) :પંચાગ એટલે કે પત્રનું દાન કરવું શુભ

શાસ્ત્રો પ્રમાણે, દક્ષિણાયણને દેવોની રાત એટલે કે નકારાત્મકતા અને ઉત્તરાયણને દેવોનો દિવસ એટલે કે સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી જ આ દિવસે જાપ, તપ, દાન, ધર્મ, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્ત્વ છે.

તા.૧૪ જાન્યુઆરી સાંજે ૭.૫૦ કલાકે ગોચર પરિભ્રમણના સૂર્ય ધન રાશિ છોડી મકર રાશિમાં પ્રવેશ કરશે. ૨૦૧૯ના વર્ષમાં પ્રથમ વખત સૂર્ય- શનિની રાશિમાં પ્રવેશ કરશે. તામિલનાડુમાં તેને પોંગલ નામે ઉજવવામાં આવે છે. જ્યારે કર્ણાટક, કેરળ તથા આંધ્રપ્રદેશમાં તેને માત્ર સંક્રાંતિ જ કહેવાય છે.

Leave a Reply