ધર્મ

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્

બાર જ્યોતિર્લિંગ સ્તોત્રમ્

Bhagwan Shankar
475

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્, બાર જ્યોતિર્લિંગ સ્તોત્રમ્, રૂદ્રોત્સવ રાત્રી રુ મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી રુ મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ બની અજય શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિત્ર ચંદવનમાં ફેરવાય છે.

તેમનું નિત્ય પૂજન દશૅન કરવાથી ઈચ્છિત મનોકામના પૂણૅ થાય છે. કન્યાને મનપસંદ અને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. સૌભાગ્ય વધે છે. ભગવાન પશુપોતનાથ ‘પુત્રદાતા’ પણ છે. ભગવાન શંભૂ સૌભાગ્યદાતા છે, મા પાવૅતી ઈચ્છિત વરદાતા છે.

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્

સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર…

પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર…

 વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર…

 જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે, તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.

બાર જ્યોતિર્લિંગના સ્થાનો

૧. સોમનાથ – સૌરાષ્ટ્ર, ગુજરાત

૨. મલ્લિકાર્જુન – શ્રીશૈલ, આંધ્રપ્રદેશ

૩. મહાકાલ – ઉજ્જૈન, મધ્યપ્રદેશ

૪. મમલેશ્વર – ઓંકારેશ્વર, મધ્યપ્રદેશ

૫. વૈદ્યનાથ – પરલી, મહારાષ્ટ્ર

૬. ભીમાશંકર – ડાકિની(પુણ્યાજવળ), મહારાષ્ટ્ર

૭. રામેશ્વર – સેતુબંધ, તામિલનાડુ

૮. નાગેશ્વર – દારુકાવન (ઔંઢ્યા નાગનાથ), મહારાષ્ટ્ર

૯. વિશ્વેશ્વર – વારાણસી, ઉત્તર પ્રદેશ

૧૦. ત્ર્યંબકેશ્વર – નાશિક જવળ, મહારાષ્ટ્ર

૧૧. કેદારેશ્વર – હિમાલય, ઉત્તરાંચલ

૧૨. ઘૃષ્ણેશ્વર – વેરૂળ, મહારાષ્ટ્ર

Leave a Reply