ધર્મ

૧૨ જ્યોતિર્લિંગના દર્શન

દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા

Dwadash Jyotirling
296

૧૨ જ્યોતિર્લિંગના દર્શન, દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા, જ્યોતિર્લિંગ, મહાદેવના નિરાકાર જેનો કોઈ આકાર નથી, અનાદિ, અનંત, સ્વયંભૂ અને ચમત્કારી સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના દર્શન જ નહીં નામ સ્મરણ જ જીવનની દરેક મુશ્કેલીઓ કે સંકટોથી દુર કરે છે. શાસ્ત્રોમાં શિવને એવા જ પાપ, પીડા અને સંકટનાશક ૧૨.  બાર જ્યોતિર્લિંગ માંથી જો એકનું પણ જો સ્મરણ કરી લેવામાં આવે તો આખા જીવનમાં સુખદ સ્થિતિ પ્રગટ થાય છે. બાર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય વાંચી અને તેનું સ્મરણ કરતા રહેશો તો તે પણ ભવભવની અને જીવનનો બેડો પાર કરી દે છે.

સોમનાથ

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત છે. ચંદ્રનું એક નામ સોમ છે તેથી સોમના નાથ એવું સોમનાથ નામ પડ્યું. તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો આ રીતે પાદુર્ભાવ થયો. શિવપૂરાણમાં ઉલ્લેખ છે કે આ શિવલિંગનું દર્શન અને સ્મરણથી રોગીઓના રોગ દૂર થાય છે. મહારોગમાંથી આ જ્યોતિર્લિંગ ઉગારે છે.

મલ્લિકાર્જુન

કાર્તિકેય મળવા માટે શિવજી અને પાર્વતિ ગયા. જે સ્થળે શિવજી અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે દર અમાસે શંકર મુરુગન એટલે કે કાર્તિકેયની મુલાકાતે આવે છે અને દર પુનમે પાર્વતી તેમને મળવા આવે છે. શિવપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગથી બધા પાપનો નાશ થાય છે અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે.

મહાકાલેશ્વર

શિવજીએ ત્યાં મહાકાળ રૂપે વાસ કરે છે. તેથી ત્યાં મહાકાલેશ્વરની સ્થાપના થઈ. તેના સ્મરણથી અને દર્શનથી સ્વપ્નમાં પણ દુઃખ જોવા મળતું નથી અને જીવનનો ખરાબ સમય પણ સુખમાં પરિણમી જાય છે.

ઓમકારેશ્વર

વિંધ્ય પર્વત પોતે શ્રેષ્ઠ થવા માટે શિવજીનું તપ કર્યું અને તેને ‘‘ચાહો તેવું કરો’’ તેવું તેણે શિવજી પાસેથી વરદાન મેળવ્યું અને શિવજીને તેના ક્ષેત્રમાં સ્થાપિત થવાની પ્રાર્થના કરી આથી ત્યાં ઓમકારેશ્વર મહાદેવની સ્થાપના થઈ. આ જ્યોતિર્લિંગના દર્શન-સ્મરણથી માનસિક પરિતાપની શાંતિ થાય છે અને કીર્તિ પ્રાપ્ત થાય છે.

કેદારેશ્વર

વિષ્ણુના અવતાર એવા નર-નારાયણે શિવજીનું તપ કરી શિવજી ને પ્રસ્સન કરી તેને સ્થિત થવા વિનવ્યા અને શિવજી ત્યાં કેદારેશ્વર તરીકે સ્થાયી થયા. તેના દર્શન-સ્મરણથી સંપૂર્ણ દુઃખનો નાશ થાય છે. શિવપુરાણ અનુસાર કેદારનું જો પાણી પીવામાં આવે તો જળ પીનારાનો બીજો જન્મ થતો નથી.

ભીમશંકર

દેવતા અને ઋષીઓની પ્રાર્થનાથી ત્યાં જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા અને ભીમશંકર તરીકે ઓળખાયા. તે આપત્તિ નિવારક અને સર્વસિદ્ધિને આપનારા કહેવાયા છે.

વિશ્વેશ્વર

પ્રલય કાળે પણ આ નગરીનો નાશ થતો નથી શિવજી તેના ત્રિશુળ પર આ નગરીને ધારણ કરે છે. આ નગરમીમાં શિવ અને શક્તિ સજોડે જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કરે છે. તે વિશ્વેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. વિશ્વેશ્વર મનુષ્યના મહારોગોનું નિવારણ કરનાર અને મોક્ષ આપનાર છે.

ત્ર્યંબકેશ્વર

પાણી ગંગા રૂપે ત્યાંથી પસાર થયું જે ગૌતમી ગંગા કહેવાઈ અને તેના અવતરણથી પ્રભાવિત દેવોએ પણ શિવજીને પ્રાર્થના કરી ત્યાં સ્થિત થવાની. જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે સમગ્ર દેવો અને ઋષીઓ સહિત સજોડે શિવ ત્યાં પધારશે તેવું વરદાન પણ આ ક્ષેત્રને મળેલું છે. શિવપુરાણ અનુસાર ત્ર્યંબકેશ્વરના દર્શનથી પાપની મુક્તિ અને લોકોમાં કીર્તિ મળે છે.

વૈધ્યનાથેશ્વર

રાવણે કઠોર તપશ્ચર્યા કરી અને છત્તા પણ શિવજી પ્રસન્ન ન થયા, ત્યારે રાવણે પોતાના મસ્તક ઉતારી અને કમળપૂજા કરવા લાગ્યો. તેના દર્શન-સ્મરણથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

નાગેશ્વર

એક વણિક હતો જે શિવજીનો રૂદ્રાક્ષ ધારણ કરતો હતો તેથી તેણે ભગવાનને દારુકા નામની રાક્ષસી છોડાવવા વિનંતિ કરી ત્યારે તે રૂદ્રાક્ષમાંથી વિશાળ મંદિર સાથે સમગ્ર શિવ પરિવાર હાજર થાય છે. શિવપુરાણ ભયમાંથી બચવા માટે અને મનોરોગો તથા શારીરિક દોષો પણ આ લિંગના સ્મરણ દર્શનથી દૂર થાય છે.

રામેશ્વર

રામાવતારમાં ભગવાન રામે દક્ષિણ કિનારે સેતુબંધ બાંધતા પહેલા શિવજીનું પૂજન કર્યું ત્યારે શિવજી ત્યાં પ્રગટ થયા અને રામજીની વિનંતિથી તેમણે પોતાના જ્યોતિર્લિંગને ત્યાં સ્થાપિત કર્યું જે રામેશ્વર તરીકે ઓળખાય છે.

ધુશ્મેશ્વર

ધુશ્માને દરોરોજ પાર્થિવલિંગ ન બનાવી પોતાના જ્યોતિર્લિંગની પૂજા થાય તે માટે ત્યાં નિવાસ કરવા વિનંતિ કરી અને તે ધુશ્મેશ્વરથી પ્રસિદ્ધ થયા. શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિ માટે આ લિંગની પૂજા તથા તેનું સ્મરણ મનોવાંછિત ફળ આપનાર છે.

Leave a Reply