સમાચાર

આધાર કાર્ડ બનાવી ને કમાણી કરી શકાય

દરેક કાર્ડ પર ૨૫ થી ૩૫ રૂપિયા મળી શકે

Earnings by creating Aadhar Card
284

આધાર કાર્ડ બનાવી ને કમાણી કરી શકાય, દરેક કાર્ડ પર ૨૫ થી ૩૫ રૂપિયા મળી શકે, સીએસસી ની વેબસાઈટ પરથી ફ્રેન્ચાઇઝી મળી શકશે. જો તમે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો આધાર કાર્ડ બનાવવાની ફ્રેન્ચાઇઝી લેવી એક સારો વિકલ્પ છે. તમે તમારા આધાર કેન્દ્ર પર દરરોજ લોકોના નવાં આધાર કાર્ડ બનાવીને અથવા કાર્ડમાં યોગ્ય ફેરફાર કરીને તમે દિવસની દરમ્યાન સારી એવી કમાણી કરી શકો છો.

આ કેન્દ્ર પર પ્રતિ આધાર કાર્ડ બનાવવા પર ૨૫ થી ૩૫ રૂપિયા મળી શકે છે. તે તમારે આધાર કાર્ડ બનાવવાની ફ્રેન્ચાઇઝી લેવી પડે છે, જેની પ્રક્રિયા થોડી લાંબી છે. ફ્રેન્ચાઇઝી લેવા માટે સૌપ્રથમ એક પરીક્ષા આપવી પડે છે. ફ્રેન્ચાઇઝી માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા સર્ટિફિકેશન માટે પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષા ઓનલાઇન જ દેવી પડે છે. પરીક્ષા પાસ કર્યા પછી વ્યક્તિને આધાર એનરોલમેન્ટ અને બાયોમેટ્રિક બનાવવા માટે સત્તાવાર પરવાનગી મળી જશે.

ત્યાર બાદ કોમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સીએસસી નાં રજિસ્ટ્રેશન માટે નક્કી કરેલા ધોરણો પાર કરવાં પડે છે. સીએસસી ની સંબંધિત વેબસાઇટ પર જઇને તેનાથી જોડાયેલી યોગ્યતાનું પ્રમાણ જાણી શકાય છે. ફોર્મ ભરવા માટે સીએસસી ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. જ્યાં ‘ઈન્ટ્રેસ્ટેડ ટૂ બિકમ’ નો વિકલ્પ મળશે. હવે ત્યાં સીએસસી રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારો આધાર નંબર નાખો. ત્યારબાદ પ્રોસેસનું બટન દબાવવાનું રહેશે. હવે વ્યક્તિના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ નંબર સબમિટ કર્યા પછી પ્રક્રિયા પૂરી થઈ જશે.

આવેદન કરનાર વ્યક્તિને આધારની ફ્રેન્ચાઇઝી થોડા દિવસોમાં મળી જશે. ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ લેપટોપ, વેબ કેમ, લેમ્પ, ફિંગ્રપ્રિન્ટ સ્કેનર, આઇરિસ સ્કેનર, પ્રિન્ટર અને ઈન્ટરનેટ કનેક્શન આ વસ્તુઓની જરૂર પડશે. ત્યાર બાદ તમે તમારો પોતાનો વ્યવસાય શરુ કરી શકો છો અને સારી કમાણી પણ કરી શકો છો. આ વ્યવસાય માં ગ્રાહક ની શોધ નહિ કરવી પડે કેમકે દરેક લોકો પાસે આધાર કાર્ડ હોય છે અને નાણા મોટા ફેરફાર કરવાના રહેતા જ હોય છે તેમજ નવા આધાર કાર્ડ પણ બનાવવા ના રહેતા હોય છે.

Leave a Reply