શહેર

તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

ગીર સોમનાથ ભૂકંપનો આંચકો અનુભવાયો

Talal Gir
227

તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ગીર સોમનાથ ભૂકંપનો આંચકો અનુભવાયો, ગુજરાત રાજ્યમાં અનેક વખત ભૂકંપના આચંકાઓ મહેસૂસ થયા છે. તેવા સમાચાર મળતા હોય છે, ત્યાં આજે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભૂકંપના આંચકાના કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૫ નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી ૧૩ કિમી દૂર નોર્થઇસ્ટમાં નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ૩.૫ ની હોવાથી લોકોને રીતસરના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના પગલે ગીર સોમનાથ જિલ્લામાં લોકો પોતાના ધરમાંથી બહાર નીકળને રસ્તા પર દોડી આવ્યા હતા.

ગીરસોમનાથમાં આવેલા ભૂકંપના કારણે જાનહાનિ કે માનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી, પરંતુ લોકોમાં જરૂરથી ડરનો માહોલ બનેલો દેખાઇ રહ્યો છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળેલ છે જેનું કારણ છે કે ભૂકંપના આંચકા બાદ પણ ઘણી વખત બન્યું છે કે ફરીવખત ભૂકંપ આવે છે.

તાલાલાથી ૧૦ કિમી દૂર બપોરે ૧૨:૫૦ વાગે ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જે ૭ સેકન્ડ સુધી ધરા ધ્રુજી ઉઠી હતી. જો કે ભૂકંપના આંચકાથી કોઇ નુકસાન કે જાનહાનિ સર્જાઇ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૩ કિલોમીટરદૂર દક્ષિણ દિશામાં નોંધાયું હતું.

Leave a Reply