ઓટો

ઇલેક્ટ્રિક કાર ભારતમાં થઈ લોન્ચ

કઈ કંપની લઇને આવશે શું ફીચર્સ હશે

Electric Car
317

ઇલેક્ટ્રિક કાર ભારતમાં થઈ લોન્ચ, કઈ કંપની લઇને આવશે શું ફીચર્સ હશે, કેટલા કિમીની સ્પીડ હશે, એક વખત ચાર્જ કરવાથી કેટલા કિમી ચાલશે. હ્યુન્ડાઇ, ટાટા, મારુતિ અને હુંડઈ કંપની ઇલેક્ટ્રિક કાર ભારતમાં ઉતારવા માંગે છે. જેમાં સોથી પહેલા હુંડઈ કંપની એ પોતાની કાર લોન્ચ કરી દીધી છે.

ઈલેક્ટ્રીક કાર એ ભવિષ્યનું ઓટોમોબાઈલ છે. જેની સૌ પ્રથમ શરુઆત અમેરિકાનાં ધનકુબેર અને ભેજાબાજ એલન મસ્કે કરી હતી. તેની કાર મેકિંગ કંપની ટેસ્લાએ બેટરી આધારિત ડ્રાઈવિંગ ટેક્નોલોજી વાળી કાર બનાવી છે. જેને પગલે વિશ્વની ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રીક કાર તરફ વળી છે.

હ્યુન્ડાઇ મોટર્સની ભારતમાં 9 જૂલાઈ ના રોજ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી છે. આ ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક એસયૂવી છે. કંપનીનું કહેવું છે કે, આ એઆરએઆઈ દ્વારા સર્ટિફાઈડ છે અને એક વખત ચાર્જ કરવા પર ૪૫૨ કિલોમીટર સુધી ચાલે છે. હુંડઈ કોના, વેન્યૂ, ક્રેટા અને ટસ્કન જેવી એસયૂવી જેવી સિરીઝમાં સામેલ થશે જે વર્ષના અંતમાં લોન્ચ થવાની છે.

મારુતી સુઝુકી ચેરેમેન ઓસામુ સુઝુકીએ તેની જાહેરાત કરતા કહ્યું હતું કે તેની કંપની આ વર્ષે ૫૦ જેટલી ઈલેક્ટ્રીક કારનું ટેસ્ટિંગ કરશે તેમજ ૨૦૨૦ સુધીમાં ટોયોટાનાં સહયોગથી પ્રથમ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરશે. તે માટે તેમણે પ્રથમ ઈલેક્ટ્રીક કાર કેવી હશે તેનો ડિસ્પ્લે પણ રજુ કર્યો હતો.

ટાટા મોટર્સ પણ આ રેસમાં પાછળ નથી. કંપનીએ પોતાની ઈલેક્ટ્રીક કાર રજૂ કરી. ટાટા રેસમો+ ફૂલ ચાર્જ કર્યા બાદ ૩૫૦ કિમીની સ્પીડ પકડી શકે છે. આ કારમાં ૬ સ્પીડ એએમટી ગેયર બોક્સ છે. કંપનીનો દાવો છે કે, આ કાર ૬ સેકન્ડમાં ૦-૧૦૦ કિમીની સ્પીડ પકડી શકે છે. કારમાં ફાસ્ટ ચાર્જિંગનું પણ ઓપ્શન છે. જોકે, ટાટા મોટર્સે ટાટા રેસમો+ ઈલેક્ટ્રીક વર્ઝનને ક્યારે લોન્ચ કરવામાં આવશે, તેની તારીખ જાહેર નથી કરી.

Leave a Reply