જ્યોતિષ

રાહુ મિથુન રાશિમાં પ્રવેશ અને કેતુ ધન રાશિમાં પ્રવેશ

૧૨ રાશિઓ માટે કેવો રહેશે આવનારો સમય?

Rahu Ketu
375

બુધવાર, ૬ માર્ચની રાતથી રાહુ અને કેતુ રાશિ બદલી રહ્યા છે. રાહુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. કેતુ ધન રાશિમાં પ્રવેશ કરશે. ૧૯ સપ્ચેમ્બર ૨૦૨૦ સુધી રાહુ મિથુનમાં અને કેતુ ધન રાશિમાં રહેશે. ૧૮ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં રાહુ મિથુન અને કેતુ ધન રાશિમાં હતા.

રાહુ મિથુન રાશિમાં પ્રવેશ

રાહુનો પ્રવેશ મિથુન રાશિમાં થશે જે તેના મિત્રની રાશિ છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે.

કેતુ ધન રાશિ પ્રવેશ

કેતુનો પ્રવેશ ધન રાશિમાં થશે. આ રાશિમાં શનિ પણ સ્થિત છે. આ કારણે શનિ અને કેતુનો યોગ બનશે.

રાશિઓ માટે રહેશે શુભ

મેષ, વૃષભ, કર્ક, ધન, મકર રાશિના લોકો માટે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન લાભદાયક રહેશે. આ લોકોને કામમાં સફળતાની સાથે જ ધન લાભ પણ મળશે.

રાશિઓ માટે રહેશે સામાન્ય

સિંહ, તુલા, કુંભ રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેશે. રાહુ-કેતુના કારણે આવનારા સમયમાં તમારી મહેનત મુજબ લાભ પ્રાપ્ત કરી શકશો.

રાશિઓ માટે રહેશે અશુભ

મિથુન, કન્યા, વૃશ્ચિક, મીન રાશિના લોકોને આવનારા સમયમાં સાચવીને રહેવું પડશે. જેટલું કામ કરશો એટલો લાભ પ્રાપ્ત કરી શકશો. બેદરકારી કરી તો નુકસાન થવું નિશ્ચિત છે.

Leave a Reply