જ્યોતિષ

સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ

જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

Entrance to the Sun Cancer
1.85K

સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર, સૂર્ય ગ્રહ મિથુન રાશિ માંથી નીકળી ને કર્ક રાશિ માં પ્રવેશ કરશે. ૧૭ જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્ય જ્યારે કર્ક રાશિમાં પ્રવેશે છે ત્યારે તેનો વિશેષ પ્રભાવ જન માનસપર પડતો હોય છે. સવારે ૪:૫૦ કલાકેથી ભૂવન ભાસ્કર તેની વર્તમાન મિથુન રાશિને છોડીને કર્ક રાશિમાં પ્રવેશ્યો છે. એક મહિના સુધી ભૂવન ભાસ્કર કર્ક રાશિમાં જ સંચરણ કરશે.

મેષ રાશિ (અ,લ,ઈ)

સૂર્યના કારણે સુખ-શાંતિ બની રહેશે. માન-સન્માન મળશે. ધનલાભ થશે.

વૃષભ રાશિ (બ,વ,ઉ)

અચાનક ધનલાભ થવાના યોગ બનશે. શત્રુઓ પર વિજય મેળવશો.

મિથુન રાશિ (ક,છ,ઘ)

સરકારી કાર્યોમાં લાભ થશે. પરિવારના લોકો સાથે મતભેદ થઈ શકે છે.

કર્ક રાશિ (ડ,હ)

જમીન-જાયદાદમાં લાભ મળશે. સમયની સાથે લાભ થશે.

સિંહ રાશિ (મ,ટ)

આ રાશિ માટે સમય સામાન્ય ફળ આપશે. પોતાની મહેનતના પ્રમાણમાં લાભ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ (પ,ઠ,ણ)

તમારા પરાક્રમમાં વધારો થશે. કાર્યમાં સફળતા મળશે. મન પ્રસન્ન રહેશે.

તુલા રાશિ (ર,ત)

જૂની પરંપરાના બદલે આધુનિકતા તરફ લગાવ વધશે. ધનને લઇને મુશ્કેલી થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ (ન,ય)

આ સમયે તમારે સાવધાન રહેવું જરૂરી છે. વધારે પડતા ઉત્સાહમાં કોઈ કામ ન કરવું.

ધન રાશિ (ભ,ધ,ફ)

આ રાશિના જાતકોને બિનજરૂરી બાબતની ચિંતા રહેશે. કામમાં અવરોધ તેમજ ધાર્મિક કામોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ (ખ,જ)

બગડેલા કાર્યમાં સુધારો થશે. તમારા વ્યવહારમાં પરિવર્તન આવી શકે છે.

કુંભ રાશિ (ગ,શ,સ)

નવા વાહનની ખરીદી થશે. પૈસાના વ્યવહારમાં સાવધાની રાખવી.

મીન રાશિ (દ,ચ,ઝ,થ)

તમારી અપેક્ષા મુજબ કામ નહીં થાય. ભવિષ્યને લઈને ચિંતા રહેશે.

Leave a Reply