તસ્વીર

હકીકત જિંદગીના જયંતીલાલ ગડાના દીકરા અક્ષય ગડાનું રિસેપ્શન

કચ્છી માડુ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર તથા ફિલ્મ પ્રોડ્યુસર નાની ઉમરમાં ધનવાન બન્યા

Jayantilal Gada Reception
249

હકીકત જિંદગીના જયંતીલાલ ગડાના દીકરા અક્ષય ગડાનું રિસેપ્શન, કચ્છી માડુ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર તથા ફિલ્મ પ્રોડ્યુસર નાની ઉમરમાં ધનવાન બન્યા. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

અક્ષય ગડાના રિસેપ્શનમાં બોની કપૂર, ઉર્વશી રાઉતેલા, દિલીપ જોષી, મનોજ જોષી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, ડેવિડ ધવન, સુભાષ ઘાઈ, કબિર ખાન, સાજીદ નડિયાદવાલા, સતિષ કૌશિક સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

જયંતીલાલ ગડાનો કચ્છી પરિવારમાં જન્મ થયો હતો. મુંબઈમાં તેઓ પિતાની નાનકડી કરિયાણાની દુકાને ચલાવતા હતાં. દુકાનમાં તેમણે વીડિયો લાઈબ્રેરી શરૂ કરી હતી. પછી હોલલેસમાં વીડિયો કેસેટ્સ ખરીદવાની શરૂઆત કરી હતી. ૧૯૯૨ માં PEN વીડિયો કેસેટ લાઈબ્રેરીની સ્થાપના કરી હતી. ૨૫ ની ઉંમરમાં જયંતીલાલ ગડાએ ફિલ્મ્સના કોપીરાઈટ્સ ખરીદવાની શરૂઆત કરી હતી.

પહેલા લગ્ન જયંતીલાલ ગડાએ હંસા સાથે કર્યાં હતાં. તેમને એક દીકરી ભવિતા તથા દીકરો ધવલ છે. બીજા લગ્ન જયંતીલાલ ગડાએ રેશ્મા કડકિયા સાથે પણ કર્યાં છે. ૨૦૧૪ માં જયંતીલાલ રિટાયર્ડ થયા. ૩ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ ધવલ તથા અક્ષયે કંપનીની પોતાના હાથમાં લીધી છે. દીકરી ભવિતાએ ડો. નિનલ શાહ સાથે લગ્ન કરી લીધા.

This slideshow requires JavaScript.

છબી સ્રોત : divyabhaskar.co.in

Leave a Reply