તહેવાર

ચૈત્રી નવરાત્રીનું પર્વ

ચૈત્રી નવરાત્રીનું મહાપર્વ

Chaitra Navratri Images HD
149

ચૈત્રી નવરાત્રીનું પર્વ, ચૈત્રી નવરાત્રીનું મહાપર્વ, નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. માં શક્તિનું આ મહાપર્વ હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર, મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી ઉજવવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજા અર્ચનાનું ખુબ મહત્વ છે. ભક્તો આઠ દિવસ અને નવ રાત્રી સુધી જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે.

ચૈત્ર નવરાત્રી વસંત ઋતુમાં આવતી હોવાથી તેને ‘વાસન્તી નવરાત્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રીના આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે.

ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને ‘રામ નવરાત્રી’ પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.

આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે અને પૂજન દરમિયાન માં પાસે ભાવથી દેવી શક્તિ મેળવવી શકાય છે. નવદુર્ગાના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માન્ડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં શ્રી દેવીસુક્તમ્, શક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈપણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે.

Leave a Reply