જ્યોતિષ

ઘરમાં વાંસળી રાખવાથી ખુજ ફાયદા થાય છે

વાસ્તુ અને ફેંગશુઈ મુજબ વાંસળી લાભદાયી છે

Flute at home is beneficial
55

ઘરમાં વાંસળી રાખવાથી ખુજ ફાયદા થાય છે, વાસ્તુ અને ફેંગશૂઈ મુજબ વાંસળી લાભદાયી છે, વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે. વાંસળી પ્રકૃતિનો અનુપમ વરદાન છે. ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કર્યા પછી તમારી દુકાન, ઘર, ઓફીસ કે કારખાનું હોય ત્યાં અગાશી પર બે વાંસળી ચોટાડી દો કે લટકાવી દો. આ ખૂબ જ સરળ ઉપાય છે જે તમને તમારા વેપાર કે ઘર માં ઉન્નતિના  શિખર પર લઈ જશે,

વાંસળીના સંબંધમાં એક ધાર્મિક માન્યતા રહેલી છે કે જ્યારે વાંસળીને હાથમાં લઈને હલાવાય છે તો ખરાબ આત્માઓ દૂર થઈ જાય છે.

હિંદુ જ્યોતિષ મુજબ વાંસળીનો ઉપયોગ જો સમજી વિચારીને કરાય તો ઘણા પ્રકારના દોષોથી બચી શકાય છે.

ફેંગશુઈ વિદ્યા મુજવ વાંસળી ઘરમાં મૂકવી ખૂબ શુભ ગણાય છે. આ ઉન્નતિ અને પ્રગતિ આપવામાં બહુ સહાયક કામ કરે છે.

મનુષ્ય કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહયો હોય તો વાંસળી તેની બધી મુશ્કેલીઓ સરળ કરી શકે છે.

જ્યારે વાંસળી વગાડવામાં આવે તો એવી માન્યતા છે કે ઘરોમાં શુભ ચુંબકીય પ્રવાહ પ્રવેશ કરે છે.

વાંસળી વાંસથી બનેલી હોય છે અને તેના છોડને દિવ્ય ગણાય છે. તેથી ઘર, દુકાન કે ઓફીસમાં વાંસળી રાખવાથી ઘણા લાભ થાય છે.

સમજીને તેનો ઉપયોગ કરાય તો દોષોના વગર કોઈ નિવારણ વગર અશુભ ફળથી બચી શકાય છે.

જે માણસ ખૂબ મેહનત કર્યા પછી પણ તેમના ધંધામાં સફળતા મળતી ન હોય તો તેના માટે વાસથી બનેલી વાંસળી ઉન્નતિ અને સમૃદ્ધિ બન્ને આપવામાં સક્ષમ છે.

Leave a Reply