ટેકનોલોજી

વોટ્સઅપ પર ધ્યાન માં રાખવા જેવી માહિતી

વોટ્સઅપ વાપરવા માટે ધ્યાન માં રાખવા જેવી બાબત

WhatsApp
809

વોટ્સઅપ પર ધ્યાન નહી રાખો તો થઈ શકે છે જેલ ની સજા, આવું ન થાય તે માટે જરૂરી માહિતી ધ્યાન માં રાખો. ભારત સરકારે દેશની ૧૦ મોટી સુરક્ષા એજન્સીઓને લોકોના કોમ્યૂટર અને મોબાઈલ પર નજર રાખવાનો આદેશ કરી દીધો છે.

વોટ્સએપ અંગે અગત્યની જાણકારી

વોટ્સએપમાં દેહ વ્યાપારને પ્રોત્સાહન આપતા મેસેજ કે વીડિયો શેર કરવા બદલ પણ તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

વોટ્સએપ પર એવી વસ્તુની ખરીદી કે વેચાણ કરવું જેના પર પ્રતિબંધ હોય.

વોટ્સએપ ગૃપમાં અફવા ફેલાવતા ફોટો, મેસેજ શેર કરવા બદલ તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

લોકપ્રિય અથવા કોઈ સેલિબ્રિટીના ફોટો સાથે છેડછાડ કરી તેને વોટ્સએપ પર શેર કરવા માટે.

ધર્મ પ્રત્યે નફરત ફેલાવતા વીડિયો, ફોટો કે મેસેજ ફોરવર્ડ કરવા બદલ.

જો તમે કોઈ ગૃપના એડમિન હોય અને તેમાં કોઈ આપત્તિજનક મેસેજ કરવામાં આવે અને તેની ફરીયાદ થશે તો પોલીસ તમને અટકમાં લઈ શકે છે કારણ કે તમે તે ગૃપના એડમિન છો.

જો તમે કોઈ બીજા નામ કે નંબરથી વોટ્સએપ ચલાવો તો પણ તમારી ધરપકડ થઈ શકે છે.

કોઈ વ્યક્તિની અનુમતિ વિના તેનો વીડિયો બનાવવો અને તેને વાઈરલ કરવો. આ ઉપરાંત કોઈના અશ્લીલ ફોટો કે વીડિયો શેર કરવા બદલ કાર્યવાહી થઈ શકે છે.

મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને તેમના પ્રત્યે હિંસા થાય તેવા મેસેજ શેર કરવા બદલ.

Leave a Reply